Breaking News : South Korea માં ઇમરજન્સીની જાહેરાત, માર્શલ લો લાગુ
નવી દિલ્હી : દક્ષિણ કોરિયાએ(South Korea)એક બદલાતા રાજકીય ઘટનાક્રમમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે માર્શલ લૉ જાહેર કર્યો છે. તેમણે વિપક્ષ પર સંસદને નિયંત્રિત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો અને સરકારને નબળી કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ટેલિવિઝન બ્રીફિંગ દરમિયાન કરવામાં આવેલી જાહેરાત દક્ષિણ કોરિયામાં ચાલી રહેલી રાજકીય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. આ દક્ષિણ કોરિયા માટે એક મહત્વનો ઘટનાક્રમ છે.
આપણ વાંચો: પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ઉત્તર કોરિયાએ અમેરિકા-દક્ષિણ કોરિયાને આપી ધમકી…
રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ મે 2022 માં સત્તા સંભાળી હતી
રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે મે 2022 માં સત્તા સંભાળ્યા પછી વિપક્ષ-નિયંત્રિત નેશનલ એસેમ્બલી તરફથી સતત પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે દેશની બંધારણીય વ્યવસ્થાને સુરક્ષિત કરવા માટે આ પગલાને જરૂરી ગણાવ્યું. જો કે, આ ઇમરજન્સી લોકશાહી માટે ઘાતક છે.
આવતા વર્ષના બજેટ બિલ પર વિવાદ ચાલુ
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાષ્ટ્રપતિ યુનની પીપલ્સ પાવર પાર્ટી અને મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે આવતા વર્ષના બજેટ બિલ પર વિવાદ ચાલુ છે. જ્યારે વિપક્ષી સાંસદોએ ગયા અઠવાડિયે સંસદીય સમિતિ દ્વારા નોંધપાત્ર રીતે ઘટાડાવાળી બજેટ યોજનાને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિ યુને કહ્યું, આપણી નેશનલ એસેમ્બલી ગુનેગારો માટે આશ્રયસ્થાન બની ગઈ છે. સરમુખ્તારશાહીનો અડ્ડો બની ગયો છે. જે ન્યાયિક અને વહીવટી પ્રણાલીઓને લકવાગ્રસ્ત કરવા અને આપણી ઉદાર લોકશાહી પ્રણાલીને ઉથલાવી નાખવા માંગે છે.
વિપક્ષો પર આક્ષેપો
રાષ્ટ્રપતિ યુને વિપક્ષી સાંસદો પર દેશના મુખ્ય કાર્યો માટે જરૂરી તમામ મોટા બજેટમાં કાપ મૂકવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ને જાહેર સુરક્ષાના કાર્યક્રમોમાં કાપ પણ સામેલ છે.