ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટી ચેતવણી, બિન-જરૂરી મુસાફરી ટાળવા આદેશ | મુંબઈ સમાચાર

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટી ચેતવણી, બિન-જરૂરી મુસાફરી ટાળવા આદેશ

નવી દિલ્હીઃ ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક મહત્વની મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. અત્યારે ઈરાન જતા કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને ખાસ સૂચના આપવામાં આવી છે. અત્યારે ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસે આજે એક ઈરાન માટે થઈને આ મહત્વપૂર્ણ સલાહ આપી છે. ભારતીય દુતાવાસે ભારતીય લોકોને કહ્યું છે કે, જો તેઓ ઈરાન જવાનું વિચારી રહ્યા છે, તો તેમને પહેલા ભારતની એડવાઇઝરી વાંચી લેવી જોઈએ. કારણ કે, અત્યારે ભારતે તેના લોકોને ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.

ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી

ભારતીય દુતાવાસે એક્સ પર પોસ્ટ પર લખતા કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની કોઈપણ બિન-આવશ્યક મુસાફરી કરતા પહેલા વર્તમાન પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરી લે! આ સાથે સાથે નવીનતમ પ્રાદેશિક ઘટનાઓ પર નજર રાખવા અને ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ નવીનતમ સલાહનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જે ભારતીય નાગરિકો પહેલાથી જ ઈરાનમાં છે અને ત્યાંથી જવા માંગે છે તેઓ ઉપલબ્ધ ફ્લાઇટ અને ફેરી સેવાઓ ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

મોટી રાત્રે ભારતીય દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરી

ઈરાનમાં ફરી કંઈ નવું થવાનું હોય તેવું લાગી રહ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસના સત્તાવાર એક્સ એકાઉન્ટમાં પર મોટી રાત્રે 12.03 વાગ્યે આ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે. આ સાથે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા તેમની દરેક પ્રકારે મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ઇઝરાયેલ-ઈરાન તણાવ: ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા એડવાઈઝરી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button