ઇન્ટરનેશનલ

Bangladesh માં ફરી હિંસા ભડકી, એરબેઝ પર હુમલો એકનું મોત

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)ઓગસ્ટ માસ બાદ ફરી એકવાર હિંસા ભડકી છે. જેમાં ઉપદ્રવીઓએ કોક્સ બજાર એરબેઝ પર હુમલો કર્યો છે. કોક્સ બજાર એરફોર્સ પર થયેલ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ મૃતકની ઓળખ 25 વર્ષીય શિહાબ કબીર નાહીદ તરીકે કરવામાં આવી છે. જે સમિતિપારાનો રહેવાસી છે.

મૃતકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી

આપણ વાંચો: લઘુમતીઓ પર હુમલા અંગે ‘બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ’ના પ્રમુખે આપ્યું શરમજનક નિવેદન, અતિશયોક્તિપૂર્ણ રજૂ કર્યાં

કોક્સ બજાર સદર હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સાબુક્તિગિન મહમૂદ શોહેલે જણાવ્યું હતું કે 25 વર્ષીય વ્યક્તિને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે પીડિતને માથાના પાછળના ભાગમાં ઊંડી ઈજાઓ થઈ હતી. રેસિડેન્ટ મેડિકલ ઓફિસર શોહેલે જણાવ્યું હતું કે મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી મૃત્યુનું કારણ જાણી શકાશે.

તોફાનીઓએ અચાનક એરફોર્સ બેઝ પર હુમલો કર્યો

આ અગાઉ આઇએસપીઆરે એક સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે કોક્સ બજારમાં વાયુસેનાના બેઝ પર સમિતિપરાના બદમાશોના જૂથ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આઇએસપીઆરના સહાયક નિર્દેશક આયેશા સિદ્દિકાએ જણાવ્યું હતું કે વાયુસેના આ સંદર્ભમાં જરૂરી કાર્યવાહી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button