ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…

વોશિંગ્ટન ડીસી: યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમના અબજોપતિ મિત્ર ઈલોન મસ્ક (Elon Musk) વધુને વધુ ભરોસો મૂકી રહ્યા છે અને મોટી જવાબદારીઓ સોંપી રહ્યા છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ તુરંત જ ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા બનાવ્યા હતાં. હવે ઈલોન મસ્કને વધુ સત્તા આપવામાં આવી છે. અહેવાલ મુજબ મસ્કને પેન્ટાગોનની ગુપ્ત યોજનાઓની ફાઈલની એક્સેસ આપવામાં આવ્યું આવ્યું છે.
આ પણ વાંચો; યુદ્ધવિરામની ચર્ચા કરવા માટે પુતિને ટ્રમ્પને એક કલાક રાહ જોવડાવી? આ વીડિયોએ ચર્ચા જગાવી
એક અખબારી આહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ચીન સાથે અમેરિકાનું યુદ્ધ થાય, તો તેમને અમેરિકાની લશ્કરી વ્યૂહરચનાઓની ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અહેવાલ મુજબ મસ્કને આપવામાં આવેલી આ જવાબદારી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકાર તરીકેની તેમની ભૂમિકામાં વધારો થશે.
ચીન પર હુમલાનો પ્લાન!
અહેવાલો મુજબ મસ્ક શુક્રવારે પેન્ટાગોનના સંરક્ષણ વિભાગની ઓફીસની મુલાકાત લેશે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ચીન સાથે સંભવિત યુદ્ધ માટેની યોજના પરની ગુપ્ત બ્રીફિંગમાં લગભગ 20 થી 30 સ્લાઇડ્સ છે, જો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય તો ચીન સામે લડવાની યુનાઇટેડ સ્ટેટ્સની યોજનાઓની વિગતો તેમાં આપવામાં આવી છે. અહેવાલ મુજબ મસ્ક આ સ્લાઈડ્સ જોશે. તેમાં કયા સમયે, ચીનના કયા ટાર્ગેટ નિશાન હુમલો કરવો તેના વિવિધ ઓપ્શન્સનો ઉલ્લેખ છે. આ યોજના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જોકે, વ્હાઇટ હાઉસ અને ઈલોન મસ્કે પેન્ટાગોનની મુલાકાતની પુષ્ટિ કરી નથી. પેન્ટાગોન સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ અખબાર સાથે વાત કરતા કહ્યું કે “સંરક્ષણ વિભાગ શુક્રવારે પેન્ટાગોનમાં ઈલોન મસ્કનું સ્વાગત કરવા માટે આતુર છે, તેમને સચિવ હેગસેથે આમંત્રણ આપ્યું હતું અને તેઓ મુલાકાત માટે આવી રહ્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ‘અત્યાચાર’: ગબાર્ડના આરોપોને યુનુસ સરકારે ફગાવીને કર્યો લૂલો બચાવ
ટ્રમ્પ વહીવટમાં મસ્ક જેવા ઉદ્યોગપતિની વધી રહેલી ભૂમિકાની ટીકા થઇ રહી છે. રાજકીય વિશ્લેષકો ઘણી વાર ચિંતા વ્યક્તિ કરી ચુક્યા છે.