ઇન્ટરનેશનલમનોરંજન

એન્જેલિના જોલીએ બ્રાડ પિટ પર લગાવ્યો નવો આરોપ, કોર્ટ કેસમાં નવો ટવિસ્ટ

ન્યૂ યોર્ક: હોલીવુડના હોટ કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટ વચ્ચેનો રિલેશનમાં વધુ તિરાડ પડી છે. બંને અલગ થઈ ગયા હોવા છતાં એન્જેલિના જોલી અને બ્રાડ પિટ કોર્ટમાં એકબીજા સામે અનેક ગંભીર આરોપો કરી રહ્યા છે. 2008માં એન્જેલિના અને બ્રાડ પિટે એક સંપતિ ખરીદી હતી જેને લઈને બંને વચ્ચે વિવાદ સર્જાયો છે. આ સંપતિનો વિવાદ હવે કોર્ટમાં જતાં એન્જેલિના જોલીના વકીલે બ્રાડ પિટ પર મારપીટના આરોપ લગાવ્યા હતા.

એક અહેવાલ મુજબ એક્સ-કપલ એન્જેલિના જોલી અને બ્રાડ પિટની ફ્રાન્સમાં આવેલી એક પ્રોપર્ટી અંગે બંને વચ્ચે વિવાદ વકર્યો છે. ફ્રાન્સની આ પ્રોપર્ટીનો પોતાનો ભાગ એન્જેલિનાએ વેચવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બ્રાડ પિટે એન્જેલિના પર નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર સાઇન કરવા માટે દબાણ કર્યું હતું, જેથી એન્જેલિનાએ આ પ્રોપર્ટી વેચી નહોતી. આ કરારમાં એન્જેલિના અને બ્રાડ બંને એકબીજા સામે કોઈ આરોપ કરે નહીં એના અંગે હતો.

2022માં અભિનેતા બ્રાડ પિટે તેની પત્ની એન્જેલિના જોલી સાથે કરેલા એક કરારને તોડવાનો આરોપ કરી અદાલતમાં અરજી કરી હતી. પિટે કહ્યું હતું કે બંનેમાંથી કોઈ બીજાની સંમતિ વિના ફ્રાન્સની પ્રોપર્ટીમાં પોતાનો હિસ્સો વેચશે નહીં, એવો કરાર અમારી વચ્ચે થયો હતો. જોકે આ કેસની સુનાવણી દરમિયાન એન્જેલિનાએ તેના પતિ બ્રાડ પિટ સામે શારીરિક શોષણનો પણ આરોપ કર્યો હતો.

આપણ વાંચો: Actress Amisha Patelએ લગ્નને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે મારા લગ્ન તો…

એન્જેલિના અને બ્રાડ પિટ વચ્ચે ચાલતા વિવાદની સુનાવણીમાં એંજલીના જોલીના વકીલે અદાલત સમક્ષ દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ કેસમાં એન્જેલિના જોલી સાક્ષી, ઈમેલ, ફોટોગ્રાફ્સ અને અન્ય પુરાવાઓ સાથે બ્રાડ પિટ તેના ખરાબ વર્તનને કારણે નારાજ કેમ હતો. જોલીએ પિટના NDA (નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરવાને કારણે બ્રાડ પિટે એન્જેલિનાને પ્રોપર્ટીનું વેચાણ કરવાથી અટકાવી હતી.

એન્જેલિના જોલીએ દાવો કર્યો હતો કે તે શરૂઆતમાં આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તેણે હામી ભરી હતી પણ બ્રાડ પિટે પાછળથી આ કરારના નવા દસ્તાવેજો બનાવી કરાર પર સાઇન કરવા માટે તેના પર ભાર મૂક્યો હતો. આ નવા કરારમાં એન્જેલિના કોર્ટ સિવાય કોઈ પણ જાહેર મંચ પર બ્રાડ વિશે અપમાનજનક વાતો બોલશે નહીં એવું લખવામાં આવ્યું હતું. આ બાબતે એન્જેલિનાએ કહ્યું હતું કે બ્રાડ પિટની જીદને લીધે મને અને મારા પરિવારને નુકસાન થઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button