ઇન્ટરનેશનલ

અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવા માટે કઈ રીતે ‘ગુપ્ત’ મિશન પાર પાડ્યું? જાણો હવે નવી વિગતો

વર્ષ 2026ની શરૂઆતમાં જ વિશ્વ રાજનીતિમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકી સ્પેશિયલ ફોર્સિસ દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને એક અત્યંત ગુપ્ત અને હાઈ-પ્રોફાઈલ ઓપરેશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ’ હેઠળ પકડી લેવામાં આવ્યા છે. આ મિશન કોઈ આકસ્મિક ઘટના નહોતી, પરંતુ 2025ના ઉનાળાથી ચાલી રહેલી એક આક્રમક સૈન્ય તૈયારીનું પરિણામ હતું. આ ઓપરેશન દ્વારા અમેરિકાએ ફરી સાબિત કરી દીધું છે કે તેના ‘હાઈ-વેલ્યુ ટાર્ગેટ’ને પકડવા માટે તેની સેના કેટલી હદ સુધી સચોટ આયોજન કરી શકે છે.

આ મિશનના પાયા વર્ષ 2025માં જ નાખવામાં આવ્યા હતા. ઉત્તર કેરોલિનાના ફોર્ટ લિબર્ટી ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં એક ખાસ સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ડેલ્ટા ફોર્સ અને સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડના ગણીતરીના સૈનિકોએ ભાગ લીધો હતો. આ રિહર્સલ દરમિયાન એક નકલી કમ્પાઉન્ડ બનાવીને દુશ્મન દેશના પ્રમુખને કેવી રીતે પકડવા તેનું આબેહૂબ સિમ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે પોતે આ સૈન્ય તાકાતનું નિરીક્ષણ કરીને મિશનને લીલી ઝંડી આપી હતી.

આ ઓપરેશનમાં અમેરિકાએ પોતાની શક્તિશાળી હવાઈ અને જમીની ટુકડીઓનો ઉપયોગ કર્યો હતો. મિશનમાં બે MH-47G ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ થયો હતો, જે રડારને છેતરીને દુશ્મન વિસ્તારમાં સૈનિકો ઉતારવા માટે જાણીતા છે. સાથે જ AH-64 અપાચે હેલિકોપ્ટર્સે આકાશમાંથી સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
જમીન પર ‘ગ્રાઉન્ડ મોબિલિટી વ્હીકલ’ (GMV) દ્વારા સ્પેશિયલ ફોર્સિસના જવાનોને ગતિ અને મજબૂતી મળી હતી. આ આધુનિક ટેકનોલોજીના સમન્વયને કારણે જાન્યુઆરી 2026માં જ્યારે અસલી રેડ પડી, ત્યારે વેનેઝુએલાનું એર ડિફેન્સ પણ નિષ્ફળ ગયું હતું.

ટ્રમ્પ પ્રશાસન લાંબા સમયથી નિકોલસ માદુરોને ‘નાર્કો-ટેરરિસ્ટ’ ગણાવી રહ્યું હતું. માદુરો પર ડ્રગ ટ્રાફિકિંગના ગંભીર આરોપો હતા, જેના કારણે અમેરિકા તેમને સત્તા પરથી હટાવવા માંગતું હતું. જનરલ ડેન કેને જણાવ્યું હતું કે, માદુરોના કિલ્લા સમાન નિવાસસ્થાન પર હુમલો કરવા માટે મહિનાઓ સુધી મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ મિશનમાં કોઈ પણ અમેરિકી સૈનિકે જીવ ગુમાવ્યો નથી, જે તેની સફળતાની સાક્ષી પૂરે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે સાર્વભૌમત્વના ભંગને લઈને કેટલાક દેશોએ આ રેડની ટીકા પણ કરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button