અમેરિકાનું સૌથી લાંબુ ‘શટડાઉન’ ટૂંક સમયમાં થશે ખતમ, ડોનાલ્ડ ટ્રમ્પે શું સંકેત આપ્યા?

વોશિંગ્ટનઃ અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન ટૂંક સમયમાં ખતમ થઈ થઈ શકે છે. આ બાબતને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે શટડાઉનને કારણે લાખો કર્મચારીઓને વેતન મળ્યું નથી, જ્યારે એરપોર્ટ પર પણ ફ્લાઈટ્સ સેવાને અસર થઈ રહી છે, ત્યારે આ બાબતને અમેરિકન સેનેટ મહત્ત્વનું પગલું ભર્યું હતું. આમ શટડાઉન ટૂંક સમયમાં ખતમ થઈ શકે એવા સ્પષ્ટ સંકેત આપ્યા હતા.
અમેરિકામાં જારી શટડાઉન અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે શટડાઉનનો અંત લાવવાની નજીકમાં પહોંચ્યા છે. અમારા દેશમાં આવનારા કેદીઓ અને ગેરકાયદે લોકોને પૈસા આપવા માટે ક્યારેય સંમત થઈશું નહીં. હવે એવું લાગી રહ્યું છે કે અમે શટડાઉન ખતમ કરવાના માર્ગે છીએ અને તમને ટૂંક સમયમાં જાણકારી મળશે.
અમેરિકામાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલી સરકારી કામગીરી અટકી હતી, જે હવે ફરી શરુ થવાની આશા જાગી છે. રવિવારે રાતના અમેરિકન સેનેટ દ્વારા મહત્ત્વનું વોટિંગ થયું હતું, જેમાં ખર્ચ સંબંધિત એક સંશોધિત બિલને પાસ કર્યું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં શટડાઉન ચાલુ રહેતા જાણો કેટલી ફ્લાઈટ્સને થઈ અસર…
આ શટડાઉન અમેરિકન ઈતિહાસ માટે સૌથી લાંબો અવરોધ બની ચૂક્યો હતો, જેમાં લાખો સરકારી કર્મચારીઓ અને આમ જનતાના જીવન પર અસર પડી હતી. ડેમોક્રેટિક પાર્ટીના આઠ સાંસદોએ પોતાની જ પાર્ટીની લાઈનથી હટીને રિપબ્લિકન પાર્ટી સાથે વોટ કરવાની નોબત આવી હતી. આ બિલને આગળ વધારવા માટે 60 વોટની જરુરિયાત હતી, જ્યારે તેને 60 મત મળ્યા હતા. જોકે, હજુ પણ મહત્ત્વની મજલ કાપવાની છે, પરંતુ શટડાઉન અટકી શકે છે.
કોઈ પણ દેશની સરકારને ચલાવવા માટે સંસદમાં બજેટ પસાર કરવાની જરુરિયાત રહે છે. અમેરિકામાં તેને એપ્રોપ્રિયેશન બિલ કહેવાય છે. દર વર્ષે પહેલી ઓક્ટોબરના નવા વર્ષથી શરુ થાય છે, ત્યાં સુધી આ બિલ પાસ કરવાનું રહે છે. આ વખતે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની વચ્ચે સહમતિ સાધવામાં આવી હતી. રિપબ્લિકન પાર્ટીએ સરકારને 21 નવેમ્બર સુધી ચલાવવા માટે ટૂંકા ગાળાના ખર્ચ બિલ રજૂ કર્યું હતું, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ અટકાવ્યું હતું.
આ પણ વાંચો: ડૉલરમાં નરમાઈ અને અમેરિકી શટડાઉનની ચિંતા સપાટી પર રહેતાં વૈશ્વિક સોનામાં મક્કમ આંતરપ્રવાહ
60 મતનું ગણિત શું કહે છે?
યુનાઈટેડ સ્ટેટ્સ સેનેટમાં કુલ 100 સભ્ય છે. બિલ પર ચર્ચા પૂરી કરવા અને તેને આગળ ધપાવવા માટે ઓછામાં 60 મતની જરુરિયાત હોય છે. હાલમાં સેનેટમાં 53 રિપબ્લિકન અને 45 ડેમોક્રેટ છે (ઉપરાંત બે અપક્ષ છે, જે ડેમોક્રેટને સમર્થન કરે છે). જેનો અર્થ સ્પષ્ટ છે કે રિપબ્લિકન પાર્ટીના એકલા 60 વોટ મેળવી શકતી હતી. તેમને ડેમોક્રેટ્સના સમર્થનની જરુરિયાત હતી. છેલ્લા 40 દિવસમાં 14 વખત વોટિંગ નિષ્ફળ રહ્યું છે, કારણ કે ડેમોક્રેટ્સ એક હતા.
રવિવારે આઠ ડેમોક્રેટ્સ (અને એક અપક્ષ)એ પોતાની પાર્ટીના વિરોધમાં બિલને આગળ વધારવાના પક્ષમાં મતદાન કર્યું હતું, જેમાં ડિક ડર્બિન અને વર્જિનિયાના ટીમ કેન જેવા દિગ્ગજ નેતાના નામનો સમાવેશ હતો. ડેમોક્રેટિક નેતા ચક શૂમરે આ ડીલના વિરોધમાં મતદાન કર્યું હતું. આમ છતાં બળવા વચ્ચે આ બિલ માટે જરુરી 60 મતનો આંકડો પાર કરવામાં આવ્યો, જ્યારે ફક્ત એક રિપબ્લિકન (રેડ પોલ)એ તેની સામે મતદાન કર્યું હતું.



