અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ થતા 4 લોકોનું મોત, અનેક ઘાયલ

મિશિગન, અમેરિકાઃ અમેરિકામાં સ્થિતિ વધારે વણસી રહી હોય તેવું લાગે છે. એકાદ મહિનામાં એક ફાયરિંગની ઘટના બનતી જ રહે છે. ફરી એકવાર રવિવારે અમેરિકાના મિશિગન શહેરમાં અંધાધૂંન ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ગત રવિવારે સવારે અચાનક અહીં આવેલા એક ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ચાર લોકોનું મોત થયું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યાં છે. ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.
ચર્ચમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થતા દોડધામ
ઘટનાની વાત કરવામાં આવે તો, હુમલાખોર પોતાના કાર લઈને ચર્ચમાં ઘૂસી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જો કે, પોલીસે તેને ત્યાર ઠાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનામાં ચાર લોકોના મોતની પોલીસે પુષ્ટિ કરી હતી. ફાયરિંગ કરનારા વ્યક્તિને પોલીસે ઠાર કર્યો તેની ઉંમર 40 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્યારે પોલીસે ચર્ચને ખાલી કરાવવાનું કામ કરી રહી છે. કારણ કે, ગોળીબારના કારણે ચર્ચમાં ભારે નુકસાન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેટલાક લોકો લાપતા છે, તેમને શોધવાની કામગીરી પણ ચાલી રહી છે.
મિશિગનના ગ્રાન્ડ બ્લેન્ક શહેરમાં થયો ગોળીબાર
આ માસ ફાયરિંગ શા માટે થયું અને તેની પાછળ કોનો હાથ હતો? તે મામલે કોઈ જાણકારી મળી નથી. પ્રશ્ન એ પણ છે કે, શું ફાયરિંગ કરનારા વ્યક્તિ અને ચર્ચ વચ્ચે કોઈ સંબંધ હશે? ફાયરિંગ કરનારા વ્યક્તિને ગોળી મારી ઠાર કરવામાં આવ્યો હોવાથી અત્યારે આ વિસ્તારમાં કોઈ જોખમ નથી તેવું પોલીસે જણાવ્યું હતું. પરંતુ ફાયરિંગ કરનાર કોણ હતું? તેના પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કેટલા લોકો ઘાયલ થયા છે તે મામલે પણ અધિકારીઓ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ ગોળીબાર મિશિગનના 8,000 ની વસ્તી ધરાવતા ગ્રાન્ડ બ્લેન્ક શહેર થયો હતો.
આ પણ વાંચો…દિશા પટણીના ઘરે ફાયરિંગ: આરોપીઓને બૂટ બચાવી શક્યા નહીં, જાણો ફાયરિંગથી એન્કાઉન્ટર સુધીની આખી કહાની