ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડ્રેગનના ખતરનાક કાવતરાનો અમેરિકાએ કર્યો પર્દાફાશ! નવા વાયરસ સાથે બે ચીની ઝડપાયા

વોશિંગ્ટન, અમેરિકાઃ ચીન અત્યારે દુનિયા પર રાજ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. દુનિયાના માર્કેટને ચીને પોતાના આધિન કરવા માંગે છે. ચીન પર અન્ય દેશોની સરહદોમાં પ્રવેશવાનો, તેની સરહદોની બહાર નવા બાંધકામો બનાવવાનો અને અન્ય દેશોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાનો આરોપ વારંવાર મૂકવામાં આવે છે. હવે અમેરિકાએ ડ્રેગનનું નવું રહસ્ય ખોલ્યું છે. અમેરિકાએ ચીનની પોલ ખોલતો એક દાવો કર્યો છે અને સાથે સાથે બે ચીની નાગિરકોની ધરપરડ કરી છે.

અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ફરી ચીનની પોલ ખોલી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI એ બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે. જેઓ એક પ્રકારની ફૂગ (રોગ) સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેનો ઉદ્દેશ્ય અમેરિકાને ભારે આર્થિક નુકસાન પહોંચાડવાનો હતો. આ ચીની નાગરિકોની વાત કરવામાં આવે તો, તેમની ઓળખ યુનકિંગ જિયાન (Yunqing Jian) અને ઝુન્યોંગ લિયુ (Zunyong Liu) તરીકે થઈ છે. આ બન્ને ચીની નાગરિકો પર યુએસ તપાસ એજન્સીઓએ ફૂગને તેમના દેશમાં દાણચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

FBI એ USમાં બે ચીની નાગરિકની ધરપકડ કરીઃ કાશ પટેલ

આ કેસમાં FBI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક ફૂગ છે, જેને “ખતરનાક જૈવિક રોગકારક” (Dangerous Biological Pathogen) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વાયરસનું નામ ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ (Fusarium graminearum) છે. FBI ડિરેક્ટર કાશ પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘નવું… હું પુષ્ટિ કરી શકું છું કે FBI એ યુનાઇટેડ સ્ટેટ્સમાં બે ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આમના પર દેશમાં ખતરનાક જૈવિક રોગકારક જીવાણુની દાણચોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે’.

આખા પાકનો નાશ કરી શકે છે આ ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ

અમેરિકાના અધિકારીઓની જણાવ્યાં પ્રમાણે ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ નામનો વાયરસ ઘઉં, મકાઈ, જવ અને ચોખામાં જીવલેણ બિમારી પેદા કરી શકે છે. આ વાઈરસ મોટી સંખ્યામાં પાકનો નાશ પણ કરી શકે છે. જો તે લોકોના પેટમાં પહોંચે છે, તો તેના કારણે ઉલટી, ઝાડા થાય અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ચીની નાગરિકો પર કાવતરું, દાણચોરી અને વિઝા છેતરપિંડીનો આરોપ

યુએસ તપાસ એજન્સી અનુસાર, ચીની નાગરિક યુનકિંગ અને ઝુન્યોંગ પર કાવતરું, દાણચોરી અને વિઝા છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. બંને શરૂઆતની પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી અને વારંવાર ખોટું બોલી રહ્યા છે અને પોતાના નિવેદનો બદલી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ઝુન્યોંગ લિયુએ પહેલા ખોટું બોલ્યું અને પછી સ્વીકાર્યું કે તેણે ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ દ્વારા યુ.એસ.માં ફ્યુઝેરિયમ ગ્રામીનેરમની દાણચોરી કરી હતી – જેથી તે પણ મિશિગન યુનિવર્સિટીમાં સંશોધન કરી શકે. અત્યારે આ બન્ને ચીની નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો….પાકિસ્તાનમાં હિંદુ મંદિરની જમીન પર ગેરકાયદે કબજો: સિંધમાં વિરોધ પ્રદર્શન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button