Video: ડોનાલ્ડ ટ્રમ્પ હાંસીને પાત્ર બન્યા! યુરોપીયન યુનિયનના નેતાઓએ આવી મજાક ઉડાવી

કોપનહેગન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવા દાવા કરતા આવ્યા છે કે બીજીવાર રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ સહીત દુનિયાભરમાં સાત યુદ્ધોનો અંત લાવ્યો છે. ટ્રમ્પ પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવી જાહેર માંગણી કરી ચુક્યા છે. એવામાં ટ્રમ્પ યુરોપિયન દેશોના નેતાઓ વચ્ચે હાંસીને પાત્ર બન્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં યુરોપિયન યુનિયનના નેતાઓ ટ્રમ્પની મજાક ઉડાવતા (EU leaders joke on Donald Trump) જોવા મળે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચેના યુદ્ધનો અંત લાવ્યો હતો, જો કે આ બે દેશો વચ્ચે ક્યારેય યુદ્ધ થયું જ નથી. ગુરુવારે કોપનહેગનમાં યુરોપિયન યુનિયનના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. એક વિડીયોમાં અલ્બેનિયન વડા પ્રધાન એડી રામા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવ સાથે વાત કરતા જોવા મળે છે, આ દરમિયાન તેમણે ટ્રમ્પની મજાક ઉડાવી હતી.
અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ મેક્રોનને કહ્યું, “તમારે અમારી માફી માંગવી જોઈએ… કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અલ્બેનિયા અને અઝરબૈજાન વચ્ચે કરેલા શાંતિ કરાર કરાવ્યા બાદ તમે અમને અભિનંદન આપ્યા ન હતા.”
ટ્રમ્પનું કન્ફયુઝન:
અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ આવી મજાક એટલા માટે કરી કેમ કે ટ્રમ્પ તેમના નિવેદનમાં વારંવાર આર્મેનિયાને અલ્બેનિયાનું નામ લઇ રહ્યા છે. ટ્રમ્પ દાવો કરે છે કે તેમણે અઝરબૈજાન અને અલ્બેનિયા વચ્ચેના સંઘર્ષનો અંત લાવ્યો હતો, જ્યારે અઝરબૈજાન અને અલ્બેનિયા મિત્ર દેશો રહ્યા છે. હકીકતે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના સંઘર્ષ થયો હતો.
આ ઉપરાંત ઘણી ટ્રમ્પે અઝરબૈજાન ઉચ્ચારણ પણ ખોટું કર્યું છે. ગયા મહિને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ટ્રમ્પે અઝરબૈજાનને બદલે “અબરબૈજાન” કહ્યું હતું.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, ઇઝરાયલ હમાસ સંઘર્ષ શાંત કરવા કરારની નજીક