હે ભગવાન! બાળકીને ફ્લાઇટના ટૉયલેટમાં બંધ કરી દીધી, કારણ જાણશો તો…..

તમે પણ ઘણી વાર ફ્લાઇટમાં મુસાફરી કરી હશે અને તમને પણ ક્યારેકને ક્યારેક ફ્લાઇટમાં રડતા બાળકથઈ પરેશાનીનો અનુભવ પણ થયો હશે. તમને કદાચ ગુસ્સો પણ આવ્યો હશે અને રડતા બાળકના માતા-પિતાને એને ચૂપ કરાવવા માટે પણ કદાચ ગુસ્સામાં કહ્યું હશે, પરંતુ ચીનમાં ફ્લાઇટ દરમિયાન મુસાફરોએ રડતા બાળક સાથે શું કર્યું તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. આપણે આ ઘટના વિશે વિસ્તારથી જાણીએ.
આ પણ વાંચો: 11 નવેમ્બર પછી નહીં બુક કરી શકો વિસ્તારાની ફ્લાઇટ ટિકિટ, જાણો કારણ…..
આ ઘટના 24 ઑગસ્ટે ચીનની એક ફ્લાઇટમાં બની હતી. આ ફ્લાઇટ જુન્યાઓ એરલાઈન્સની હતી અને ગુઈયાંગથી શાંઘાઈ જઈ રહી હતી. ફ્લાઇટમાં એક નાની બાળકી જોર જોરથી રડવા માંડી હતી અને કેમે કરી છાની નહોતી રહેતી, જેને કારણે ફ્લાઇટના અન્ય પ્રવાસીઓ ત્રાસી ગયા હતા. ત્યાર બાદ અકળાયેલી એક મહિલાએ બાળકીને ફ્લાઈટના ટોઈલેટમાં બંધ કરી દીધી હતી. આનો એક વીડિયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ગયા હતા. વીડિયોમાં નાનું બાળક રડતું અને ચીસો પાડતું જોઈ શકાય છે. આ દરમિયાન મહિલા બાળકીને કહી રહી છે, “જો તે રડવાનું બંધ કરશે, તો જ બહાર જઈ શકશે”. આ પછી તે એમ પણ કહી રહી છે કે જો તું રડવાનું બંધ કરશે તો તે તને દાદી પાસે લઈ જશે.
આ પણ વાંચો: Bangladesh Crisis: Air Indiaએ ઢાકા જતી તમામ ફ્લાઇટો કરી રદ્દ
ચીનની એરલાઇન્સે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે બાળકી બહુ જોરજોરથી રડી રહી હતી, જેને કારણે ફ્લાઇટમાં લોકો ઘણા પરેશાન થઇ ગયા હતા અને બાળકીને કોઇ પણ રીતે ચૂપ કરાવવા મા ગતા હતા. એ વખતે બાળકીને ડરાવવા અને તેને ચૂપ કરાવવા માટે ફ્લાઇટની બે મહિલા તેને ઉંચકીને ફ્લાઇટના ટૉયલેટમાં મૂકી દીધી હતી. આ બંને મહિલા બાળકીની કોઇ સગી કે પરિચીત નહોતી. આ ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ લોકો ઘણા ગુસ્સામાં છે અને તેઓ સોશિયલ મીડિયા પર આઘાતની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને આ બે મહિલાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળે
નેટિઝન્સે બાળકના માતા-પિતાની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે બાળકનું શોષણ અને હેરાનગતિ કરવામાં આવી છે. ટોયલેટમાં બંધ કરવાથી તેના પર ખરાબ અસર પડી શકે છે. આ સહન ન કરવું જોઈએ.