BRICS દેશો પર વધારાનો 10% ટેરીફ લાદવાની ટ્રમ્પની ધમકીનો ચીને આપ્યો જવાબ

બેઈજિંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે BRICSની નીતિઓને “અમેરિકા વિરોધી” ગણાવી હતી અને તેની નીતિઓ સાથે જોડાયેલા દેશો પર વધારાના 10% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. BRICSએ સત્તાવાર રીતે ટ્રમ્પની ધમકી અંગે કોઈએ પ્રતિક્રિયા આપી નથી, જો કે અમેરિકાના કટ્ટર હરીફ ચીને ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું, “ટેરિફ લાદવાના સંદર્ભમાં, ચીને વારંવાર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેડ વોર અને અને ટેરિફ વોરમાં કોઈની જીત થતી નથી. આ આગળ વધવાનો રસ્તો નથી. મનસ્વી રીતે ટેરિફ લાદવો એ કોઈપણ પક્ષના હિતમાં નથી. “
આપણ વાંચો: ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવ્યું, વધારાના 10% ટેરિફની ધમકી આપી
બ્રિક્સ વિષે ચીને શું કહ્યું?
રાજકીય ધાપ જમાવવા ટેરિફના ઉપયોગ સામે ચીને સખત વિરોધ નોંધાવ્યો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું, “બ્રિક્સનું મિકેનિઝમ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે; તે ઓપનનેસ, ઇન્ક્લુઝિવનેસ અને વિન-વિન કો-ઓપરેશનની હિમાયત કરે છે, અને કોઈપણ દેશને ટાર્ગેટ બનાવતું નથી.”
બ્રિક્સનું નિવેદન:
17મી બ્રિક્સ સમિટ બ્રાઝિલમાં યોજાયેલી રિયો ડી જાનેરો યોજાઈ રહી છે, જેમાં એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરતા એકપક્ષીય, દંડાત્મક અને ભેદભાવપૂર્ણ સંરક્ષણવાદી પગલાંને નકારી કાઢવામાં આવ્યા હતા. જો કે તેમાં યુએસ કે ટ્રમ્પનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આપણ વાંચો: મ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે
ટ્રમ્પની ધમકી:
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી લખ્યું, “જે કોઈ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ સાથે જોડાશે, તેના પર વધારાનો 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!”