આફ્રિકન દેશ નાઇજીરિયામાં બની મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 25 લોકોના મોત! | મુંબઈ સમાચાર

આફ્રિકન દેશ નાઇજીરિયામાં બની મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 25 લોકોના મોત!

નાઈજર, નાઇજીરિયાઃ નાઇજીરિયામાં એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં એક બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બોટ પલતી જતા 25 લોકોનું મોત થયું હોવાની આશંકા છે. આ ઘટના મામલે અધિકારીઓએ રવિવારે આ જાણકારી શેર કરી હતી. બોટ પલટી ગઈ હોવાથી સુરક્ષાકર્મીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આમાં મોતનો આંકડો વધી શકે તેવી આશંકાઓ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા

આ દુર્ઘટના શનિવારે નાઇજીરિયાના નાઈજર રાજ્યના શિરોરો વિસ્તારમાં આવેલા ગુમુ ગામ પાસે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, એક બોટ મુસાફરોને લઈ જતી હતી અને અચાનક પટલી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 25 લોકોના મોતની થયાની આશંકા છે. જો કે, સત્તાવાર કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ તમામ લોકોને શોધખોળ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આપણ વાંચો:  અલ્લાહુ અકબર કહી આપી બોમ્બની ધમકી! ઇન્ટરનેશનલ ફ્લાઈટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છેઃ ઇબ્રાહિમ હુસૈની

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વિસ્તારમાં બચાવ કામગીરી કરવી મુશ્કેલ બની છે. નાઇજીરીયાની રાષ્ટ્રીય ઇમરજન્સી વ્યવસ્થાપન એજન્સીના અધિકારી ઇબ્રાહિમ હુસૈનીએ કહ્યું કે, અકસ્માત પછી શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઇબ્રાહિમ હુસૈનીએ એમ પણ કહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. જોકે, આ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. કારણ કે મોટાભાગનો વિસ્તાર સશસ્ત્ર ગેંગે કબજે કરેલો છે. જેથી સુરક્ષા કર્મીઓ પણ આ વિસ્તારમાં જતા ડરતા હોય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button