અમેરિકામાં કોર્ટે 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા સંભળાવી…
અમેરિકામાં આવું પહેલીવાર બન્યું કે કોઇ 15 વર્ષના કિશોરને આજીવન કેદની સજા ફરકારવામાં આવી હોય. આ કિશોરને ચાર વિદ્યાર્થીઓની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આથી કોર્ટે કિશોરના ગુનાને ધ્યાનમાં રાખીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
એક અમેરિકન કોર્ટે એક કેસમાં 15 વર્ષના કિશોરને તેના સૌથી જઘન્ય અપરાધો માટે સજા સંભળાવી ત્યારે ત્યાં હાજર તમામ લોકો ગુસ્સે થઈ ગયા હતા. કિશોર અને તેના વકીલે આટલી મોટી સજાની કલ્પના નહોતી કરી. પરંતુ કિશોરે કરેલા સૌથી ઘાતકી ગુનાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની ઉંમરને ધ્યાનમાં લીધા વગર કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો અને ત્યાં હાજર લોકોના હૃદય ધ્રૂજી ઊઠ્યા હતા. આ કિશોરના ગુના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે તે તેની ઉંમરમાં આટલો મોટો ગુનો કેવી રીતે કરી શકે?
કેસની સુનાવણી કરતી વખતે અમેરિકાના પોન્ટિયાકમાં એક ન્યાયાધીશે આવી સખત સજાની જાહેરાત કરતા કિશોરના ગુના વિશે પણ કોર્ટમાં હાજર તમામ લોકોને અવગત કરાવ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે દોષિત કિશોરને અમેરિકાની ઓક્સફર્ડ હાઈસ્કૂલમાં ચાર વિદ્યાર્થીઓની હત્યા કરવા અને અન્ય લોકોના મનમાં ડર પેદા કરવા બદલ આ સજા આપવામાં આવી હતી. આ કિશોર મિશિગનનો છે.
કોર્ટે કિશોરીને સજા સંભળાવતી વખતે તેના ઘાતકી અપરાધને ધ્યાનમાં રાખતા તેના બચાવની તમામ દલીલોને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ ક્વામે રોવે બચાવ પક્ષના વકીલોની ઓછી સજા માટેની વિનંતીઓને પણ નકારી કાઢી હતી અને ચુકાદો આપતા કહ્યું હતું કે તેને પેરોલ પણ ના મળવો જોઇએ. જો કે કિશોરે કોર્ટને જણાવ્યું હતું કે હું મારી જાતને રોકી શક્યો નહોતો અને ઘણી મોટી ભૂલ કરી દીધી હતી.