ફેસબુક, વોટ્સએપ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ: નેપાળ સરકારે કેમ લીધો આ નિર્ણય?

કાઠમાંડુ: કોરોનાકાળ બાદ ડિજિટલ સર્જીકલ સ્ટ્રાઈકના ભાગરૂપે ભારત અનેક વિદેશી એપ્સ બેન કરી ચૂક્યું છે. ત્યારે હવે ભારતના પડોશી દેશે પણ આવું જ એક પગલું ભર્યું છે. નેપાળે એક સાથે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એપને બેન કરી દીધી છે. જેમાં ઘણી બધી મહત્ત્વની એપ્સનો પણ સમાવેશ થાય છે.
ટિકટોક ચાલુ, પરંતુ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર બેન
નેપાળ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં નેપાળમાં જાહેરાત અને કન્ટેન્ટ પ્રસારિત કરવાવાળા લાયસન્સ વગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.
આપણ વાંચો: શું તમને ઈ-ચલણ ભરવા RTO તરફથી WhatsApp મેસેજ મળ્યો છે? તો ચેતી જજો, બેંક એકાઉન્ટ ખાલી થઇ શકે છે
આ અંગે સુપ્રીમ કોર્ટે લાયસન્સ વગરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની અમલવારીના ભાગરૂપે નેપાળ સરકારને ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીએ એક નોટિફિકેશન જાહેર કરીને કુલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રતિબંધિત કર્યાની જાહેરાત કરી છે.
નેપાળમાં પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ફેસબુક, ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, ટ્વિટર(એક્સ), લિન્ક્ડઈન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પીનટેરેસ્ટ, સિગન્લ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટુમ્બિર, ક્લબહાઉસ, મસ્ટોડોન, રમ્બલ, મેવી, વીકે, લાઈન, આઈએમઓ, ઝાલો, સોલ, હમરો પાતરોનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: ખોટા UPI પર થઈ ગયું છે ટ્રાન્ઝેક્શન? આ રીતે પાછા મેળવો પૈસા…
નોંધણી વગરની એપ્સ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, નેપાળ સરકારના પ્રસારણ પ્રધાન પૃથ્વી સુબ્બા ગુરંગે જણાવ્યું હતું કે, સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વારંવાર અનુરોધ કર્યો હતો કે સોશિયલ મીડિયા એપ્સ સરકાર પાસે નોંધણી કરાવે.
પરંતુ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા સરકાર પાસે નોંધણી કરાવવામાં આવી ન હતી. તેથી આવી 25 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધણી કરાવ્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. જોકે, ટિકટોક, ટેલીગ્રામ, વાઈબર, વીટોક, નિમ્બજ અને ગ્લોબલ ડાયરી એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.