ઇન્ટરનેશનલ

અમેરિકામાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો, હાલત ગંભીર

અમેરિકામાં ફરી એકવાર ભારતીય મૂળના નાગરિક પર હુમલાની ઘટના બની છે. ઈન્ડિયાના રાજ્યમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો હતો. જીમમાં થયેલા હુમલામાં ભારતીય મૂળના એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયાનાના વાલપરાઈસોમાં એક જીમમાં આ હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા 24 વર્ષીય ભારતીય અમેરિકન યુવકની ઓળખ વરુણ તરીકે થઈ છે. ઇન્ડિયાના પોલીસે જોર્ડન એન્ડ્રેડ નામના આરોપી ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર વરુણના માથાના ભાગમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વરુણને ગંભીર ઈજા પહોંચી છે. આ કારણોસર તેને ફોર્ટ વેઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેના જીવિત રહેવાની શક્યતા માત્ર શૂન્યથી પાંચ ટકા છે. આરોપીએ પોલીસને જણવ્યું હતું કે વરુણને તેના માટે ખતરો હોવાનું માનીને તેણે સ્વબચાવમાં પ્રતિક્રિયા આપી હતી. આરોપી એન્ડ્રેડ પર પોલીસે દ્વારા ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે.

થોડા દિવસો પહેલા અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ભારતીય મૂળના એક વૃદ્ધ શીખને માર મારી હત્યા કરવામાં આવી હતી. ગત 15 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં 19 વર્ષીય શીખ યુવક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સીખ યુવકને હુમલાખોરે માથાના પાછળના ભાગમાં મુક્કો માર્યો હતો, તેની પાઘડી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button