ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે ૧૬ લોકોના મોત
કરો: ઇન્ડોનેશિયામાં બચાવકર્તાઓએ ૧૬ મૃતદેહને ટનભર કાદવ અને ખડકો હેઠળથી બહાર કાઢ્યા હતા તથા સુમાત્રા ટાપુ પરના પહાડી ગામોને ફટકો મારતા અચાનક પૂરમાં અનેક લોકો તણાયા હતા, જ્યારે છ લોકો હજુ પણ ગુમ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તર સુમાત્રા પ્રાંતના ચાર પહાડી જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પછી કાદવ, ખડકો અને વૃક્ષો પર્વત નીચે ધસી પડ્યા હતાં અને નદીઓમાં પૂર આવ્યાં હતાં, ઘરો તોડી પાડ્યા હતા અને ખેતરો ધોવાઇ ગયા હતા.
સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા જસપ્રી એમ. નાડેકે જણાવ્યું હતું કે, પોલીસ, સૈનિકો અને બચાવ કાર્યકરોએ કરો જિલ્લાના એક રિસોર્ટ વિસ્તાર સેમંગત ગુનુંગમાં મૃતકો અને ગુમ થયેલા લોકોને શોધવા માટે ખોદકામ કરનારા, ખેતરના સાધનો અને તેમના ખુલ્લા હાથનો ઉપયોગ કર્યો હતો.
આપણ વાંચો: વર્લ્ડ કપની ખેલાડી રાધા યાદવ વડોદરાના પૂરમાં ફસાઈ અને પછી…
રવિવારે મોડી રાત્રે બે ઘરો અને એક ઝૂંપડીમાંથી ભૂસ્ખલન થયા બાદ બચાવકર્તાઓએ છ મૃતદેહ બહાર કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવ ઘાયલ લોકો નાસી છૂટવામાં સફળ થયા હતા. આજે બચાવકર્મીઓ હજુ પણ બે બાળક સહિત ચાર ગુમ થયેલા લોકોને શોધી રહ્યા હતા.
સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા પુપુત મશુરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ તપાનુલી જિલ્લાના ગામોમાં ઓછામાં ઓછા ૧૦ ઘરો અને લગભગ ૧૫૦ મકાનો અને ઇમારતોને નુકસાન થયા બાદ બચાવકર્તાઓએ રવિવારે નદીમાંથી બે મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આપણ વાંચો: Porbandarમાં કોસ્ટગાર્ડે પૂરમાં ફસાયેલા 17 લોકોને એરલિફ્ટ કર્યા, બે દિવસમાં 82 લોકોનું રેસ્ક્યુ
અચાનક પૂરથી ડઝનેક લોકો ઘાયલ થયા હતા, જેણે ૧૩૦ હેક્ટર (૩૨૧ એકર) થી વધુ ખેતીની જમીન અને વાવેતરનો પણ નાશ કર્યો હતો.