પાટણ સાયન્સ સેન્ટરમાં દસ લાખથી વધુ મુલાકાતીઓથી નવી સિદ્ધિ

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જેનું લોકાર્પણ પહેલી મે -2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 9 જૂન 2024 ના રોજ ફક્ત 693 કામકાજના દિવસોમાં દસ લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે.
લોકાર્પણ થી લઈને અત્યાર સુધીમાં 2000 થી વધુ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું જેમ કે સાયન્ટિફિક વર્કશોપ, સાયન્ટિફિક-શો, જાગૃતિ કાર્યક્રમ, ટ્રેનિંગ પ્રોગ્રામ, વૈજ્ઞાનિક દિન ની ઉજવણી વગેરે નો સમાવેશ થાય છે. જેમાં ૫ લાખ થી વધુ સહભાગીઓ આ સાયન્ટિફિક પ્રવૃતિઓનો લાભ લઇ ચુક્યા છે.
આ પણ વાંચો: વૈવિધ્ય-વિકાસ ને વિશાળતાનો ત્રિવેણી સંગમ એટલે ડેટા સાયન્સ
સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીનો સ્પષ્ટ સંદેશ છે કે સાયન્સ સેન્ટર આવનાર મુલાકતીઓને મનોરંજન થકી સાયન્ટિફિક શિક્ષણ આપે છે જેમાં ડાયનોસોર ગેલેરી પૃથ્વીના ભૂતકાળના જીવનની સમજમાં વધારો કરે છે, માનવ વિજ્ઞાન ગેલેરી માનવની ઉત્પત્તિ થી લઇ માનવ શરીર સાથે જોડાયેલા દરેક ભાગ વિશે માહિતી આપે છે, નોબેલ પ્રાઈઝ કેમેસ્ટ્રી ગેલેરી મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિશે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવા માટે પ્રોત્સાહિત કરે છે,
ઇડ્રોપોનીક્સ ગેલેરી લોકોને આધુનિક ખેતી વિશે જાગૃત કરે છે અને ઓપ્ટિક્સ ગેલેરી પ્રકાશના સિદ્ધાંતોને પ્રકાશિત કરે છે. તો “આવો અમારી સાથે જોડાઓ અને સાયન્સ ને કઈક નવી રીતે જાણીને ભારત દેશ ને આત્મનિર્ભર બનાવામાં તમારું યોગદાન આપો.” સાયન્સ સેન્ટર આ નવી સિદ્ધિ હાંસલ કરવા બાદલ બધાજ મુલાકતીઓ, હિતધારકો અને શુભચિંતકો નો આભાર વ્યક્ત કરે છે.