ઉત્સવ

અમદાવાદ સ્પેશ એપ્લિકેશન સેન્ટરના બે ડિરેક્ટરો એન્જિનિયર પ્રમોદ કાળે અને ડૉ. રંગનાથ નવલગુંડ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

પ્રમોદ કાળેનો જન્મ માર્ચ ૪, ૧૯૪૧ના દિને પૂનામાં થયો હતો. કાળે સાહેબ એન્જિનિયર હતા. તેમણે ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓરગેનાઈઝેશર (ઈસરો)માં સ્પેશ સાયન્ટીસ્ટ તરીકે ઘણા પ્રકલ્પમાં મુખ્ય પાઠ ભજવ્યો હતો. તેઓએ ૧૯૬૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી M.Sc. (Physics-Electronics ની ડિગ્રી મેળવી હતી. જ્યારે તેઓM.Sc.માં ભણતા હતા ત્યારે ઈલેક્ટ્રોનીક્સ અને સ્પેશ રિસર્ચમાં અનુભવ મેળવવા ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીમાં કામ કર્યું હતું. આ અભ્યાસ દરમિયાન તેઓએ સેટેલાઈટ ટ્રેકિંગ પર કામ કર્યું હતું. ખ.જભ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે વિક્રમ સારાભાઈના માર્ગદર્શન નીચે સંશોધન કર્યું હતું. ૧૯૬૩માં થિરુવનંથપૂરમ નજીક થૂંબા, ઈક્વીટોરીઅલ રોકેટ લોંચિંગ સ્ટેશનની સ્થાપના કરનાર પ્રથમ ટીમના તેઓ એક સભ્ય હતા. એ કાર્ય માટે જ્ઞાન મેળવવા માટે તેમને નાસાના ગોડાર્ડ સ્પેશ ફ્લાઈટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.

તેમને શ્રી હરી ઓમ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઈ ઍવોર્ડ એનાયત થયો હતો. ૧૯૮૪માં તેમને પદ્મશ્રીનો ઍવોર્ડ પણ મળ્યો હતો. તેમને ૧૯૯૧માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનીક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સનો વાધવા ગોલ્ડ મેડલ એનાયત થયો હતો. તેમને એસ્ટ્રોનોટીકલ સોસાયટી ઑફ ઈન્ડિયા તરફથી આર્યભટ્ટ ઍવોર્ડ પણ મળ્યો હતો. તેમણે તેમના વિષયમાં ઘણા સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં. ૧૯૯૬માં તેઓ મરાઠી વિજ્ઞાન પરિષદના અધ્યક્ષ હતા, તેઓ ઘણી સંસ્થાઓના ફેલો હતા, ઉદાહરણ તરીકે ગુજરાત એકેડેમી ઑફ સાયન્સીસ, મહારાષ્ટ્ર એકેડેમી ઑફ સાયન્સીસ.

ડૉ. રંગનાથ આર. નવલગુંડ
ડૉ. નવલગુંડે મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી ફિઝીક્સ વિષયમાં M.Sc..ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓએ તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાંથી Ph.D..ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૧થી ૨૦૦૫ તેઓ નેશનલ રીમોટ સેન્સિંગ એજન્સીના ડિરેક્ટર પદે હતા. તેઓ ઈસરોના અમદાવાદના સ્પેશ એપ્લિકેશન સેન્ટરના ડિરેકટર પદે હતા. અને ડિસ્ટ્રિંગ્વીસ સાયન્ટીસ્ટ હતા. SAC ના ડિરેક્ટર તરીકે તેઓ સ્ટેટ-ઑફ-ધ આર્ટ કોમ્યુનિકેશન, નેવીગેશન, હવામાનશાસ્ત્ર અને રીમોટ-સેન્સીંગ પ્રોજેક્ટ વગેરેમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે ટેલિમેડીસીન, ટેલિ-એજ્યુકેશન, કુદરતી સ્રોતોનો સર્વે લેવાનું કાર્ય વગેરે ક્ષેત્રે પણ તેમણે યોગદાન આપ્યું હતું. તેમને એન્વાયર્નમેન્ટ માટે મહારાના ઉદયસિંહ ઍવોર્ડ (૨૦૦૮), ભાસ્કર ઍવોર્ડ (૨૦૦૬), મોહનભાઈ પટેલનો વાસ્વીક ઍવોર્ડ (૨૦૦૩), એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાનો ઍવોર્ડ (૧૯૯૬). ૧૯૯૨માં તેમને ઈન્ડિયન નેશનલ રીમોર્ટ સેન્સીંગ ઍવોર્ડ (૧૯૯૨). ૨૦૦૨ના વર્ષમાં પ્રોફેસર રામનાથન મેમોરીયલ લેક્ચર ગોલ્ડ મેડલ વગેરે ઘણા ઍવોર્ડ તેમને મળ્યા છે. ગ્રૂપ ઓન અર્થ ઓબઝર્વેશનડમાં ભારતના પ્રતિનિધિ હતા – ડૉ. નવલગુંડે સ્પેશ સાયન્સક્ષેત્રે દેશની ઘણી સેવા કરી છે. પ્લેનેટરી સાયન્સ મિશનમાં પણ તેમણે યોગદાન આપ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress