મહેસાણામાં સગીર પર છરી હુમલો: 'જાડિયો' કહેવાની ના પાડતા કિશોરે કર્યો એટેક | મુંબઈ સમાચાર
મહેસાણા

મહેસાણામાં સગીર પર છરી હુમલો: ‘જાડિયો’ કહેવાની ના પાડતા કિશોરે કર્યો એટેક

મહેસાણાઃ ગુજરાતમાં ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણામાં માનવ આશ્રમ ચોકડી નજીક રહેતા મામાના ઘરે આવેલા સગીર ભાણાને સોસાયટીમાં રહેતો એક છોકરો ‘જાડિયો’ કહીને બોલવતો હતો.

જેથી આ છોકરાએ ‘જાડિયો’ કહીને બોલાવવાની ના પાડી હોવાથી ઉશ્કેરાયેલા સગીરે બીજા સગીરના હાથ ઉપર છરી મારી દીધી હતી. ઘાયલ છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આપણ વાંચો: IIT ખડગપુરના વિદ્યાર્થીની છરી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, મૃત્યુના 2 વર્ષ પછી ખુલાસો

મામાએ સગીર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે છોકરાના મામાએ છરી મારનાર સગીર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને સાથે સાછે કડક કાર્યવાહી કરવા માટે અપીલ પણ કરી છે.

છોકરાની સ્થિતિ અંગે મહેસાણા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, અત્યારે છોકરાની હાલત ખતરાથી બહાર છે. હોસ્પિટલમાં તેની પ્રાથમિક સારવાર ચાલી રહી છે. ઘટના સમયે પીડિત છોકરો તેના મામાના ઘરે હતો. જેથી મામાએ ફરિયાદ નોંધાવી છે.

આપણ વાંચો: અમદાવાદના વિરાટ નગરમાં છરી વડે બિલ્ડર પર હુમલો કરીને હત્યારા થયા ફરાર, સારવાર દરમિયાન નિપજ્યું મોત

આ કલમો હેઠળ પોલીસે સગીર સામે ગુનો નોંધ્યો

ઘટનાની વાત કરવામાં આવે તો, આ કેસમાં મહેસાણા એ ડિવિઝન પોલીસે સગીર આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપી સગીર યુવક તે જ સોસાયટીનો જ રહેવાસી છે. જો કે, અત્યારે તે ફરાર હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી પોલીસે તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button