નેશનલ

IIT ખડગપુરના વિદ્યાર્થીની છરી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, મૃત્યુના 2 વર્ષ પછી ખુલાસો

કોલકાતા: દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા IIT ખડગપુર(IIT Kharagpur)માં બે વર્ષ પહેલા ફૈઝાન અહેમદ(Faizan Ahmed) નામના વિદ્યાર્થીના મૃત્યુ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક લેબના અહેવાલ મુજબ ફૈઝાનની છરી મારી અને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી વાર કરવામાં આવેલી ફોરેન્સિક તપાસના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રીપોર્ટ મુજબ સૂચવે છે કે 2022 માં મૃત્યુ પામેલા ફૈઝાન અહેમદની હત્યા કરવામાં આવી હતી. કલકત્તા હાઈકોર્ટ(Kolkata Highcourt)ના આદેશ પર બીજી વખત ઓટોપ્સી કરવામાં આવી હતી

ફોરેન્સિક નિષ્ણાત દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું, અને બીજી ઓટોપ્સી સાથેનો રિપોર્ટ આ વર્ષે મે મહિનામાં કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો. એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આવતા અઠવાડિયે સુનાવણી દરમિયાન આ મામલો ઉઠાવવામાં આવશે ત્યાર બાદ નિષ્ણાત પોતાનો અંતિમ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે.

અખબારી અહેવાલ મુજબ ડૉ.એ.કે.ગુપ્તા દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફૈઝાનની ગરદનના ઉપરના ભાગમાં ડાબી બાજુએ બંદૂકની ગોળી વાગી હોવાના નિશાન હતા અને જમણી બાજુએ છરાના ઘા હતા. 2022 માં પ્રારંભિક તપાસ પછી આ ઇજાઓનો ઉલ્લેખ પોલીસ રિપોર્ટમાં ન હતો, અને ફૈઝાનના મૃતદેહના પ્રથમ ઓટોપ્સીનું વિડીયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું ન હતું.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીના નખ અને વાળમાં અન્યના લોહની જાણ થઇ છે. બીજી ઓટોપ્સીના રીપોર્ટમાં પણ ઝેરથી મૃત્યુની શક્યતા નકારી કાઢવામાં આવી હતી. જોકે રિપોર્ટમાં તેની હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ છે.

ફૈઝાન અહેમદની માતાએ મે 2023માં કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફૈઝાનના મૃત્યુની તપાસ માટે સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચનાની માંગ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેના મૃત્યુ પાછળનું સત્ય બહાર લાવવા માટે તેના અવશેષોને કબરમાંથી બહાર કાઢવા અને બીજી વખત ઓટોપ્સી કરવાનો આદેશ આપ્યો હતો.

આસામના તિનસુકિયાનો રહેવાસી 23 વર્ષીય ફૈઝાન અહેમદ IIT ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે 14 ઓક્ટોબર, 2022 ના રોજ લાલા લજપત રાય હોસ્ટેલના એક રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેનો મૃતદેહ અન્ય વિદ્યાર્થીના રૂમમાં મળી આવ્યો હતો.

પોલીસે કેમ્પસમાં તેનો મૃતદેહ શોધવા માટે ત્રણ દિવસનો સમય લીધો હતો, મૃતદેહ હોસ્ટેલના રૂમમાં સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હજી સુધી, આ કેસમાં કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી.

પ્રારંભિક તપાસ અહેવાલો મુજબ ફૈઝાનનું મૃત્યુ આત્મહત્યા દ્વારા થયું હતું, પરંતુ તેના પરિવારે આરોપ મૂક્યો હતો કે તે કેમ્પસમાં તેની સાથે રેગિંગ થતું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…