મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત… | મુંબઈ સમાચાર
ગાંધીનગર

મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત…

ગાંધીનગર: ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. જે કેસમાં હત્યાના આરોપીનું આજે રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસે અન્કાઉન્ટર કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું આ તો એના કર્મમાં લખાયું હશે. આ ઘટના અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

મારા દીકરાને ન્યાય મળ્યો, પોલીસનો આભારઃ મૃતક વૈભવની માતા

મૃતક વૈભવના પરિવારજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મોટા મમ્મીએ જણાવ્યું હતું કે, મારા દીકરાને ન્યાય મળ્યો, પોલીસનો આભાર. મળતી જાણકારી પ્રમાણે વિપુલ પરમાનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું ત્યારે વૈભવના માતા-પિતા ઘટનાસ્થળે આવી પહોચ્યા અને પોલીસનો ખાસ આભાર માન્યો હતો. વૈભવના પરિવાનારના એક સભ્ય સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, અમને ન્યાય મળ્યો, ભગવાને ન્યાય કર્યો છે. તે બિચારો અહીંથી બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યો હતો, તેના પર હુમલો થયો. એવો ગંભીર હુમલો થયો કે અમારા સૌના દિલ તૂટી ગયા હતા અને અમે ભાંગી પડ્યા હતા. અત્યારે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એ જ સાચો ન્યાય છે. પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસનનો પૂરો સાથ રહ્યો છે. અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે’.

આ પણ વાંચો: ગાંધીનગરમાં અંબાપુર ગામ નર્મદા કેનાલ નજીક સાઇકો કિલરનું એન્કાઉન્ટરઃ 3 પોલીસ ઘવાયાં

એના(વિપુલ) કર્મમાં એ લખ્યું હશેઃ વિપુલની માતા

સાઈકો કિલર વિપુલ પરમારની માતાએ જણાવ્યું કે, એના(વિપુલ) કર્મમાં એ લખ્યું હશે’. વધારે વાત કરવાનું ટાળી દીધું હતું. આ પહેલા જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે કહ્યું હતું કે, તમારે વિપુલ સાથે જે કરવું હોય તે કરો, વિપુલને એવી સજા આપો કે જેલમાંથી ક્યારેય બહાર ના આવી શકે’. મહત્વની વાત છે કે, સાઇકો કિલર વિપુલના આવા કામોને કારણે પરિવાર ખૂબ જ નારાજ હતો. એટલું જ નહીં પરંતુ છેક 2017માં પરિવારે કંટાળીને છાપામાં જાહેરાત પણ આપી હતી કે, અમારે વિપુલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ સાથે વિપુલને મિલકતમાંથી પણ બેદખલ કરી દેવામાં આવ્યો હતો.

છાપામાં કેવી જાહેરાત આપવામાં આવી હતી?

વિપુલના માતાએ 14/07/2017માં છાપામાં જાહેર ચેતવણી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અમારો પુત્ર વિપુલ વિષ્ણુભાઈ પરમાર અમારા કહ્યામાં નથી અને તે ઘણાં સમયથી અમારી સાથે રહેતો નથી. વળી ગુનાહીત પ્રવૃત્તિઓ કરતો હોવાથી તેની સાથે કોઈપણ જાતનો નાણાંકીય કે અન્ય વ્યવહાર કરવા કરાવવા નહીં અને આણ છતાં આવા કોઈ પણ વ્યવહારો કોઈથી કરવામાં આવશે તો અમારી કે અમારા પરિવારની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં. અમે તેને અમારી તમામ પ્રકારની મિલકતમાંથી બેદખળ કરેલ છે અને વિપલુ અમારી કોઈપણ મિલકતમાં હક્ક રહેશે નહીં’.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button