કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપના ક્યા દિગ્ગજ નેતાને પગે પડી આશિર્વાદ લીધા પછી કટાક્ષ કર્યો ?

બનાસકાંઠાઃ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે ભાજપના દિગ્ગજ નેતા પરબત પટેલના પગે પડી આશિર્વાદ લીધા હતા. જે બાદ કટાક્ષ કર્યો કે, મેં કહ્યું હતું કે પરબતભાઈ હોય તો મારે નથી લડવું. જેટલું થશે તેટલુ કામ કરશે પણ એ નડશે નહીં. આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે. આ ઉપરાંત ગેનીબેને કહ્યું, ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ ઉભા રહે ત્યારે સામાવાળાને ખબર પડવી જોઈએ.
તાજેતરમાં ગેનીબેન ઠાકોરે લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતુ. આ બાબતનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. ભારતના લોકોને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા વિદેશોમાંથી ખરીદી કરવી પડે છે. આવા સંજોગોમાં દરિયો દેશના લોકોને રોજગાર તેમજ મત્સ્યઉદ્યોગ દ્વારા ખાદ્ય પદાર્થ તરીકે દરિયાઈ પદાર્થનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
જે અનુસંધાને ભારત સરકારના એગ્રીકલ્ચર કમિટી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ એવા લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત ગંગારામ ટાપુ ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિભાગની મીટિંગ કરી હિંદ મહાસાગરમાં સ્થાનિક ટીમ દ્વારા ઓક્સિજન સાથે રાખીને સાંસદ ગેનીબેન ઠાકોરે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડીયાળી ગામે બે દિવસ અગાઉ સરકારી અનાજનો મોટો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં ગેનીબેને ઝંપલાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021માં બનાસકાંઠાના ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલની સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પરબત પટેલ દ્વારા દાવો કરાયો હતો કે, તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકતા મધાભાઇ પટેલે ‘નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા’ આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે સાંસદ પરબત પટેલના પુત્રએ થરાદ પોલીસ સ્ટેશનમાં માધાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં નલ સે જલ યોજનાની શું છે સ્થિતિ? ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં શું બહાર આવી વિગત



