આપણું ગુજરાત

વડોદરા-અમદાવાદ વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓ જાણી લો તમારી આટલી ટ્રેન રદ થશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અમદાવાદ અને વડોદરા વચ્ચે અપડાઉન કરતા પ્રવાસીઓ માટે આ મહત્વના સમાચાર છે ત્યારે જાણીએ કે કઈ કઈ ટ્રેનને અસર થવાની છે.

21 એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે

 1. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
 2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
 3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
 4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
 5. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
 6. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
 7. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
 8. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
 9. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ

21 એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે

 1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહશે.
 3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહશે.
 5. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…