આપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈમાં ચાલી રહેલા રેલવેના કામને લીધે ગુજરાતની આ ટ્રેનોને થશે અસર

મુંબઈના ઉપનગરો ખાર અને ગોરેગાંવ વચ્ચે 6ઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યના સંબંધમાં જોગેશ્વરી (દક્ષિણ) ખાતે ક્રોસઓવરને તોડી પાડવાના કામને ધ્યાનમાં રાખીને, કેટલીક મેલ/એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે અને આંશિક રીતે રદ કરવામાં આવશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. આ કામ દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનને તો અસર થશે જ પણ સાથે આઉટ સ્ટેશન ટ્રેનના ટાઈમટેબલમાં પણ ફેરફાર આવશે. તો મુસાફરી માટે પ્લાન કરી રહ્યા હો તો પહેલા આ વાંચી લેજો.

  1. 21 થી 23 ઓક્ટોબર, 2023 દરમિયાન શરૂ થનારી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ અને બોરીવલી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  2. 22 થી 24મી ઓક્ટોબર, 2023 દરમિયાન શરૂ થનારી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ બોરીવલીથી શોર્ટ ઓરિજિનેટડ અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. ટ્રેન નંબર 12972 21 થી 23 ઓક્ટોબર 2023 દરમિયાન ભાવનગર-બાંદ્રા ટર્મિનસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 12971 22મીથી 24મી ઓક્ટોબર 2023 દરમિયાન શરૂ થનારી મુસાફરી શોર્ટ ઓરિજિનેટ હશે જે બાંદ્રા ટર્મિનસ – ભાવનગર બોરીવલીથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર-બાંદ્રા ટર્મિનસ 20મીથી 22મી ઑક્ટોબર 2023 દરમિયાન શરૂ થનારી બોરીવલી ટર્મિનસ પર શોર્ટ ટર્મિનેટ અને બોરીવલી-બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 14702 22 થી 24 ઑક્ટોબર 2023 સુધીની મુસાફરી શોર્ટ ઓરિજિનેટ હશે જે બાંદ્રા ટર્મિનસ – શ્રી ગંગાનગર બોરીવલીથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ – બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે? મહારાષ્ટ્રનો ગરીબ જિલ્લો કયો? Mahashivratriએ શિવલિંગ પર શું ચડાવશો? અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીની શરૂ થઇ અન્ન સેવાથી