ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ...
ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે બજારમાં નાના નાના લાલચટ્ટાક આલુ બુખાર દેખાવવા લાગે
સ્વાદમાં ખાટુંમીઠું એવું આ ફળ પોષકતત્ત્વોની ખાણ સમાન છે, તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, આયરન જોવા મળે છે
આલુ બુખારા આમ તો સિઝનલ ફ્રૂટ છે પણ તેની સૂકવણી પણ આખું વર્ષ મળે અને તે પણ એટલી જ આરોગ્યપ્રદ હોય છે
આજે આપણે અહીં વાત કરીશું કે આ આલુ બુખારાનું સેવન કરવું કોના કોના માટે ફાયદાકારક સાબિત થાય છે
કબજિયાત, અપચો, છાતીમાં બળતરા થતી હોય એવા લોકોએ ખાસ આ ફળનું સેવન કરવું જોઈએ, જેથી એમને રાહત મળે
એનિમિયાની સમસ્યાથી પીડાતા લોકોએ પણ આલુ બુખારા ખાવા જોઈએ, કારણ કે તેમાં મોટા પ્રમાણમાં આયરન જોવા મળે છે
હાઈ બીપીની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે પણ આ ફળ વરદાનરૂપ છે કારણે કે તેમાં જોવા મળતું પોટેશિયમ બીપીને કન્ટ્રોલ કરે છે
ડાયાબિટીસના દર્દીઓએ પણ અચૂક આ ફળનું સેવન કરવું જોઈએ કારણ કે એમાં એવા ઘટક જોવા મળે છે જે સુગરને વધતી રોકે છે
આ સિવાય આલુ બુખારા ખાવાના અન્ય ફાયદા વિશે વાત કરીએ તો તેના સેવનથી આંખ, ત્વચા, માંસપેશી અને હાડકા મજબૂત બને છે
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે આ ફળ તમને બીમાર પડતાં અટકાવે છે કારણ કે તે તમારી ઈમ્યુનીટી પણ બુસ્ટ કરે છે