ટોપ ન્યૂઝરાજકોટ

કોરી આંખે,ભીના સપના: ‘મન નહીં મળે તેની મેળે મેળા’ માં: ધોવાયા લોકમેળા

રાજકોટ: ગુજરાત સૌરાષ્ટ્રમાં દે-માર વરસાદના કારણે સાતમ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આઠમ,નોમ, દસમમાં જળ-જળાકાર રહેવાની આગાહી કરવામાં આવી છે,તેમાં પહેલે દિવસથી જ આગાહીએ પોતાનું મેઘ-માયાવી સ્વરૂપનો પરચો આપી દીધો. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સહિતના વિસ્તારોમાં વરસાદે ત્રમઝટ બોલાવી દેતાં, રસ્તાઓ,ગલીઓ અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

તો હજુ બે દિવસ પહેલા જ રાજકોટના એક સમયના ભવ્યાતિભવ્ય કહી શકાય તેવા લોકમેળાનું ઉદ્ઘાટન તો થયું ( આ વખતે કડક નિયમોના કારણે ભવ્યતા ઓસરી એ વાત જુદી છે ) પણ વરસાદે સમગ્ર રેસકોર્સ ઉપરાંત રાજકોટને પાણીમાં ગરક કરી દેતા, સૌરાષ્ટ્રના ગામ-પરગામના લોકોના મેળામાં મહાલવાના સપનાઓ કોરી આંખોમાં રહી ગયા..અને નજર સામે જ મેળાનું મેદાન મસમોટા સરોવરમાં તબદીલ થઈ ગયા.

ગુજરાતમાં જન્માસ્ટમીનું મિનિ વેકેશન શરૂ થઈ ગયું છે સહેલાણીઓ ગોવા, સોમનાથ,દ્વારકા, અને ડાંગ-સાપુતારા જવા ઉપડી ગયા છે તો કેટલાક તૈયારીઓમાં છે.આ વચ્ચે જ શનિવાર સવારથી ગુજરાત પર ત્રણ -ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: મેળો રહેશે મોળો: મોટી રાઇડ્સ વિના જ રાજકોટના લોકમેળાની શરૂઆત

રાજકોટમાં આજે બપોર સુધીમાં 5 ઇંચ વરસાદ નોધાયો હતો. બપોરે 2 વાગ્યા સુધીની સ્થિતિની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 4 ઈંચ, વેસ્ટ ઝોનમાં અને ઇસ્ટ ઝોનમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં કાલાવડ રોડ અન્ડર બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો તો પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકો ઘરમાંથી પાણી કાઢી રહ્યા હોવાના દૃશ્યો સર્જાયા હતા.

દક્ષિણમા દે-દનાદન- પૂર્ણા-કાવેરી-અંબિકા બની રૌદ્ર

દક્ષિણ ગુજરાતનાં નવસારી ,વલસાડ બીલીમોરામાં હવામાન વિભાગની આગાહી અને આએલ્ર્ત પ્રમાણે જ વરસાદ શનિવારે રાતથી શરૂ થયો છે . મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ રવિવારે પણ તેજ તરાર રીતે જોવા મળી. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બની તો કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોચી ગયો હતો.

આ પણ વાંચો: Rajkot લોકમેળાનો એસઓપીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, કલેક્ટરે રાઇડ્સનું કામ અટકાવ્યું…

આ પરિણામે બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરીનાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘર સુધી પાણી પહોંચતાં લોકો પોતાનાં બાળકો અને જરૂરી સામાન ખભા પર ઊંચકી જાતે જ સલામત સ્થળે નીકળી ગયા હતા. નવસારી જિલ્લાના ખેરગામમાં છેલ્લા 12 કલાકના ગાળામાં જ 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી

આજે એલર્ટ કયાઁ-કયાઁ ?

હવામાન વિભાગની રવિવાર માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. તો ઓરેન્જ એલર્ટ માટેના જિલ્લાઓમાં દીવ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી,સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી રહેશે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…