રાજકોટ

રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત્ઃ ટેક્સીચાલક પર કર્યો જીવલેણ હુમલો…

રાજકોટઃ રાજકોટમાં ધોળા દિવસે અસામાજિક તત્વોઓ આતંક મચાવ્યો હતો. સામાન્ય ઝઘડામાં પણ લોકો અત્યારે મારામારી પર ઉતરી આવે છે. પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, તેમ છતાં આવા લોકોને ભાન થતું નથી. આવી જ એક ઘટના રાજકોટમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન નજીક બની હતી. અહીં કેટલાક અસામાજિક તત્વોએ ટેક્સી ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો.

ગાડી ઉભી રાખવી તેવી નજીવી બાબતે થઈ હતી બબાલ
મળતી વિગતો પ્રમાણે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા CNG પંપ પર ગાડી આડી ઉભી રાખવી તેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. જે મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને અસામાજિક તત્વોએ ટેક્સી ડ્રાઇવર અને તેના મિત્રો પર હુમલો કરીને માર માર્યો અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે કિશન લાલદાસભાઈ દુધરેજીયા પોતાના પર જીવલેણ હુમલો થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી અને આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી.

કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધાઈ ફરિયાદ
ઘટનાની વાત કરવામાં આવે તો, ફરિયાદી જ્યારે કુવાડવા જીજે 03 હોટલ પાસે પહોંચ્યો હતો ત્યારે આરોપી મયુર તથા તેના પિતા રેવાભાઈ બોસરીયા ત્યાં આવીને ઝઘડો કર્યો હતો, અને તેમની સાથે અન્ય પાંચથી છ લોકો આવ્યા અને હુમલો કર્યો હતો. જેથી આ અંગે ફરિયાદીએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189(2), 191(2), 191(3), 190, 351(3), 352, 115(2), 118(1), 117(2), તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી દીધી છે.

આપણ વાંચો : રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button