રાજકોટના નામીચા બુટલેગર યાકુબ મોટાણી, તેના પુત્ર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલમનૉ ઉમેરો
રાજકોટ: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે વર્ષોતી પ્રયત્નશીલ પોલીસ અને સરકારને લેશ માત્ર સફળતા મળી નથી. જોકે નવા કાયદાની જોગવાઇઓ મુજબ દારુની હેરાફેરી પર મહદઅંશે અંકુશ આવી શકે એવી આશા જાગી છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી બાતમી આધારે તર્ક અટકાવી દારૂ – બિયર ના જથ્થા 2 શખ્સને પકડ્યા હતા. આ દારૂ નામચીન બુટલેગર યાકુબ મોટાણી અને તેના પુત્રનૉ હોવાની કબૂલાતના આધારે નવા કાયદા મુજબ યાકુબ અને તેના પુત્ર વિરુદ્ધ ઓર્ગેનાઈઝડ ક્રાઇમની કલમનૉ ઉમેરો કરાયો છે. સૌરાષ્ટ્રમાં બુટલેગર વિરુદ્ધ ઓર્ગેનાઓઝડ ક્રાઇમનો પહેલો કેસ છે.
સાગઠિયા બાદ રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
વિગત એવી છે કે ક્રાઇમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલ, PI એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PSI એ. એન. પરમાર અને સ્ટાફે 5 દિવસ પહેલા અમદાવાદ હાઇવે પર ટ્રકને અટકાવ્યો હતોમ તલાશી લેતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરબામાં કેમિકલના નામે સિફત પૂર્વક પેક કરેલો ₹ 3.58 લાખની કિંમતનો કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રક,દારૂ સહિત 10.57 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના લાલચંદ ગગનદાસ અડવાણી અને શોયબ અહેમદ મોટાણીની ધરપકડ કરી હતી. દારૂનો આ જથ્થો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ સેલવાસ (દાદરાનગર હવેલી) થી દ રાજકોટ રવાના કર્યાની બન્ને આરોપીએ કબૂલાત આપી હતી.
રાજકોટમાં ભાજપના સાંસદની ઓફિસ જ ફાયર NOC વિહોણી: ફાયર વિભાગે ફટકારી નોટિસ
યાકુબ મુસા મોટાણી બે દસકાથી દારૂની હેરાફેરીમાં ગળાડૂબ છે અને તેની વિરૂધ્ધ ૫૦ થી વધુ ગુના નોંધાયેલા છે. નવા કાયદા મુજબ આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અપરાધીઓ વિરૂધ્ધ નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૧ હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની આકરી કલમ મુજબ કાર્યવાહી થઇ શકે છે.
રાજકોટના બુટલેગર યાકુબ મોટાણી વિરૂધ્ધ ૫૦ થી વધુ ગુના છે અને નવા કાયદાની જોગવાઇ હેઠળ તેની સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ મુજબ કાર્યવાહી થઇ શકે તેમ હોવાથી તપાસ અધિકારી એ. એન. પરમાર દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓ તથા કાયદા નિષ્ણાંતનું માર્ગદર્શન લઇ યાકુબ મોટાણી વિરૂધ્ધ નવા કાયદા હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલામનો ઉમેરો કરવા કાર્યવાહી કરી છે.
નોંધનીય છે કે આ કાયદામાં આજીવન કેદની સજા, ૧૦ લાખના દંડ સુધીની જોગવાઇ છે.