Top Newsરાજકોટ

પીએમ મોદીએ સૌરાષ્ટ્રને આપી મોટી ભેટ: 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસી બનશે…

રાજકોટઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે પીએમ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ રિજનલ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં નવી 13 સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે

3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસી બનશે

વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ’નો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત આગવી ગુજરાતી શૈલીમાં “કેમ છો?” કહીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “વર્ષ 2026 શરૂ થયા બાદ આ મારો ગુજરાતનો પહેલો પ્રવાસ છે અને સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને તેની શરૂઆત થઈ છે તે સુખદ છે.” આ પ્રસંગે તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસી(ગુજરાત ઔદ્યોગિક વસાહત)ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો…રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર…

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને ઉતરોતર સફળતા મળી

આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભરતાને વેગ આપવા પીએમ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મોદી સાહેબે વિઝન સાથે પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજી દુનિયા વચ્ચે મૂકી હતી. વાઇબ્રન્ટ સમિટને ઉતરોતર સફળતા મળી છે. છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે. રાજ્યમાં 1.85 લાખ એમએસએમઈ હતા એ આજે 41 લાખ પહોંચ્યા છે. ઓટો સેક્ટર, સેમી કંડક્ટર, ગ્રીન એનર્જીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આ સાથે ગત વર્ષે 2024ના વાઇબ્રન્ટમાં 25,500 એકલા સૌરાષ્ટ્રના એમઓયૂ હતા. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button