મોરબીમાં સગીરાએ કર્યો આપઘાત, અભ્યાસના તણાવને કારણે 11મા માળેથી ઝંપલાવ્યું

મોરબી: મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં સગીરાએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સગીરાએ વહેલી સવારે 11મા માળેથી ઝંપલાવીને જીવનલીલા સંકેલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. જો કે, આ કારણ ચોક્કસ નથી. સાચુ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આપણ વાચો: નવી મુંબઈમાં ઝઘડા બાદ સગીરાએ કરી આત્મહત્યા: બે મહિલાની ધરપકડ
16 વર્ષીય દેવાંગીએ આત્મબહત્યા કરી લેતા પરિવારમાં માતમ
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલા કસોરા 11 એપાર્ટમેન્ટના બ્લોક નંબર 503માં રહેતા સુનિલ માલાસણાની 16 વર્ષીય દીકરી દેવાંગીએ આત્મબહત્યા કરી છે.
દેવાંગીએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી ઝંપલાવી દીધું હતું. 11મા માળેથી પટકાવાને કારણે દેવાંગી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સગીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું તેવું જાણવા મળ્યું છે.
મોરબી એ-ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે જાણ થતા જ મોરબી એ-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ પ્રમાણે મૃતક દેવાંગી છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ભારણને લીધે માનસિક તણાવમાં રહેતી હતી.
આ ટેન્શનમાં જ તેણે આઘાતજનક પગલું ભર્યું હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. એ-ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આપણ વાચો: સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ
આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી
રાજ્યમાં સતત આત્મહત્યાના બનાવ બનતા રહે છે અને તેમાં બહાર આવતા કારણો સામાન્ય હોય છે ત્યારે માનસિક સ્વાસ્થ્યનો વિષય ખૂબ જ ગંભીર ચિંતન માગી લે તેવો છે. જોકે અહીં વણસતા સંબંધો પણ ચિંતાનો વિષય છે.
મા-બાપ અને સંતાનો વચ્ચે રકઝક સામાન્ય હોય છે, પરંતુ સંતાનો કે માતા-પિતા આ વાતને વધારે ગંભીરતાથી લઈ આ પ્રકારના આત્યંતિક ભરે તે સમાજ વ્યવસ્થા માટે પણ ખતરારૂપ છે. પરંતુ આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. આવી સ્થિતિમાં પરિવાર કે મિત્રો સાથે મુંઝવણને શેર કરવી જોઈએ.



