આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 60 ટકાથી વધુ ભરાયો

ગાંધીનગર: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 42 ડેમ ૨૫થી 50 ટકા ભરાયા છે.

આ પણ વાંચો ; Gujarat માં ચોવીસ કલાકમાં 124 તાલુકામાં  મેઘમહેર,  વલસાડના ખેરગામમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો

આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 92,867 ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં 83,985 ક્યુસેક, દમણગંગામાં 53,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

ઉપરાંત જળ સંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 52.68 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.15 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 45.26 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button