અમદાવાદઆપણું ગુજરાત

આને કપાતર પણ કેમ કહેવો ? પ્રોફેસર પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી, પોતે પણ વહોરી આત્મહત્યા- ચકચાર

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં પ્રૌઢ માતાની હત્યા કરી પ્રોફેસર પુત્રએ આત્મહત્યા કરી લેવાની ઘટનાથી ચકચાર જાગી છે. અમદાવાદનાં ભરચક અને પોશ એવા પાલડી વિસ્તારના મહાલક્ષ્મી એપાર્ટમેંટ બનેલી આ ઘટનાનું કોઈ સાચું કારણ સામે નથી આવ્યું પણ સુખી સંપન્ન પરિવારમાં સાથે રહેતા માતા-પુત્રની આ ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.

અમદાવાદનાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષના અપરિણીત અને વ્યવસાયે અર્થશાસ્ત્ર પ્રોફેસર પુત્રએ પોતાની પ્રૌઢ માતાની હત્યા કર્યા બાદ ખુદએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા વહોરી લીધી. પરોઢના સુમારે માતા-પુત્રના મકાનમાથી કોઈ ચલ-પહલ ના થતાં કુતૂહલવશ પાડોશીઓએ તપાસ બાદ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જ પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં માતાએ પુત્રીની હત્યા કરી, લગ્નજીવન બન્યું કારણ

પાલડીના મહાલક્ષ્મી એપાર્ટમેંટમાં રહેતા અને નજીકની જ એક કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય મૈત્ર ભગત પોતાના માતા દતાબહેન (ઉ 75) સાથે રહેતા હતા. પ્રોફેસર મૈત્ર ભગત અપરિણીત હતા અને કહેવાય છે કે કેટલાક સમયથી માનસિક તણાવનો શિકાર હતા. સોમવારની સાંજ પછી પુત્ર મૈત્રય એ પોતાના 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી પોતે પણ પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. ભગત પરિવારમાં માતા-પુત્ર સિવાય એક બહેન પણ છે જેમના લગ્ન સુરતમાં થયા છે. મૈત્રના પિતા વ્યવસાયે તબીબ હતા જેમનું છ વર્ષ પહેલા જ અવસાન થયું હતું.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સુખી સંપન્ન પરિવારો માં હત્યા કે આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધ્યું છે. ક્યારેક એકાકી જીવન જીવતા વડીલો સાથેની પણ આવી ઘટનાઓ સામે આવતી રહી છે. હવે પ્રોફેસર દરજ્જાના પુત્ર પોતાની સુશિક્ષિત માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા વહોરે તેનું કારણ કોઈ અકળ જ હોવું જોઈએ. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.ત્યારે કોઈક સ્ફોટક કારણ બહાર આવે તો નવાઈ નહીં રહે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…