આપણું ગુજરાત

ગુજરાતમાં Pooja Khedkar જેવા પાંચ અધિકારી હોવાની ચર્ચાએ જોર પકડયું, બિન સત્તાવાર રીતે સામે આવ્યું આ નામ

ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં ટ્રેઈની મહિલા IAS ઓફિસર પૂજા ખેડકરની(Pooja Khedar)જેમ પાંચ IAS અને ત્રણ IPS વિરુદ્ધ ખોટા સર્ટિફિકેટ બનાવીને UPSCની પરીક્ષા પાસ કરીને સનદી અધિકારી બની ગયા હોવાને મુદ્દે તપાસ થઇ શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જેમાં પત્રકારોના સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ તરીકે આ વાતનો ખુલાસો થયો હતો. આ પોસ્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે ગુજરાત કેડરના પાંચ IAS ઓફિસર સામે ખોટા સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવી હોવાના મામલે તપાસ થઇ શકે છે.

ચર્ચા વચ્ચે મહિલા અધિકારીનું નામ સામે આવ્યું

જેમાં મળતી માહિતી મુજબ , ગુજરાતમાં પણ ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને અથવા તો અનામત કેટેગરીનો લાભ મેળવીને સનદી અધિકારી બની ગયા હોવાની ચર્ચા વચ્ચે મહિલા અધિકારીનું નામ સામે આવ્યું છે. વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના મહિલા IAS સ્નેહલ પુરષોત્તમ ભાપકરને UPSCમાં તે વખતે પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981મોં રેન્ક મળ્યો હતો. સાવ છેલ્લેથી નવમાં નંબરની રેન્ક હોવા છતાં મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની સ્નેહલને IAS કેડર મળી હતી. IAS સ્નેહલ ભાપકર ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હોવાને કારણે IAS કેડરમાં સ્થાન મળ્યું હતું. IAS સ્નેહલ ભાપકર હાલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ડીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને IAS મળી હતી

વર્ષ 2017ની UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને IAS મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે. સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર PH કેટેગરીમાં હોવાને કારણે તેમને IAS કેડર મળી હતી. UPSCની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી