વિવાદાસ્પદ IAS Pooja Khedkarની માતાની કરાઈ અટક, જાણો શું છે મામલો?
મુંબઈઃ જમીનના વિવાદને લઈને બંદૂક બતાવીને કેટલાક લોકોને ધમકાવવાના કેસમાં પોલીસે વિવાદાસ્પદ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકર (IAS Pooja Khedkar)ની માતા મનોરમા ખેડકરની અટકાયત કરી છે એવી માહિતી સંબંધિત અધિકારીઓએ આજે આપી હતી. તેમને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાંથી પકડવામાં આવ્યા હતા એમ પુણેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પુણેના મુળશી તાલુકાના ધડવલી ગામમાં જમીનના વિવાદને લઈને કેટલાક લોકોને બંદૂકથી કથિત રીતે ધમકી આપતો એક વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકરની શોધ શરૂ કરી હતી.
આ પણ વાંચો : IAS પૂજા ખેડકર મોટી મુશ્કેલીમાં, ટ્રેનિંગ એકેડેમીની કાર્યવાહી
પુણે ગ્રામીણની પૌડ પોલીસે ખેડકર દંપતી અને અન્ય પાંચ સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં 323 (અપ્રમાણિકતા અથવા કપટપૂર્ણ રીતે દૂર કરવા અથવા સંપત્તિને છુપાવવા) અને આર્મ્સ એક્ટની સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે.
પુણે ગ્રામીણના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું હતું કે ‘મનોરમા ખેડકરને રાયગઢ જિલ્લાના મહાડમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમને પુણે લાવવામાં આવી રહ્યા છે. પુણેમાં ઔપચારિકતા પૂરી કર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવશે.’ મનોરમા, તેમના પતિ અને આ કેસના અન્ય પાંચ આરોપીને શોધી કાઢવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી હતી