બુલેટ ટ્રેનના કામમાં વિલંબ થતા આ રસ્તાઓ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ, જાણો વૈકલ્પિક માર્ગ…

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ અત્યારે ચાલી રહ્યું છે. પરંતુ અત્યારે વિલંબને કારણે અમદાવાદ શહેર પોલીસે શનિવારે રસ્તાઓ અને પુલો બંધ રાખવા માટે બે સૂચનાઓ જારી કરવામાં આવી છે. બંને સૂચનાઓ ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના બાંધકામના કામમાં વિલંબ ચાલુ હોવાથી અમદાવાદના મુસાફરોએ લાંબા સમય સુધી રસ્તા બંધ અને ડાયવર્ઝન માટે તૈયાર રહેવું પડશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત રૂટને હાઇલાઇટ કરતી બે સૂચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે.
હજી પણ 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે આ કાર્ય
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સાબરમતી અને વટવા વચ્ચે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં થાંભલાઓ નાખવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને આ કેડિલા બ્રિજ પર થાંભલાઓ મૂકવામાં આવનાર છે, જેનું કામ 6 એપ્રિલથી ચાલી રહ્યું છે. પરંતુ ટેકનિકલ કારણોસર અને રેલવે સમયપત્રકને કારણે આ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી. આ કાર્ય હજી પણ 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જે માટે કેટલા રસ્તા બંધ રહેશે અને તેના માટે કયા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી તેની માહિતી પોલીસે જાહેરનામા દ્વારા આપી છે.
આ જગ્યાએ BRTS કોરિડોર બંધ રહેશે
કામ ચાલુ રહેવાનું હોવાથી આ વિસ્તારનો BRTS કોરિડોર બિનઉપયોગી રહેશે. BRTS બસો કોરિડોરની બહારથી ચાલશે. રાત્રે જ્યા પુલની બાજુમાં કામ ચાલું નહીં હોય ત્યાંથી ચાલવા માટે મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ સરસપુરમાં પણ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં પણ કામ ચાલી રહ્યું હોવાથી RC ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટથી ફૈઝાન સ્કૂલ સુધીનો આ 500-મીટરનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
કાલુપુર મેટ્રો સ્ટેશન આવતા વાહનો ક્યાં માર્ગેથી જશે?
પોલીસના જણાવ્યાં પ્રમાણે ફૈઝાન સ્લૂકથી જવા વાળા વાહનો રેલવે પાર્સલ કાર્યાલયથી ગુરૂદ્વાર તરફ અને જંઝર સિનેમા મેટ્રો સ્ટેશન તરફથી જઈ શકે છે. એટલું જ નહીં પરંતુ કાલુપુર મેટ્રો સ્ટેશનથી આવતા વાહનો સરસપુર ખાતે ગુરુદ્વારા અને ફૈઝાન સ્કૂલ તરફ જઈ શકે છે. અત્યારે મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર માટે જે પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેનું ખાસ પાલન કરવું પડશે.
આ પણ વાંચો…મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…