વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક આપવાના ઉદેશયથી આયોજીત આજના આ કર્યક્રમમા માન.મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રીની ઉપસ્થિતિમા સ્થાયી સમિતિ રૂમ ખાતે નિમણુક પત્ર આપવામા આવ્યા.
વધુમા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ.શીતલભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, વડોદરા મહાનગરપાલિકા વર્ગ-2 મા કુલ 5 ઉમેદવારોને નિમણુક આપવામા આવેલ છે જેમા 4 વોર્ડ ઓફિસરોની સીધી ભરતી તથા 1 ઇલેક્શન ઓફિસરની આંતરિક ભરતીથી નિમણુક આપેલ છે તથા વર્ગ-૩મા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનીકલ મળી કુલ ૧૧૯ જગોની સીધી ભરતીથી તથા 6 કર્મચારીઓને બઢતીથી આમ કુલ 125 કર્મચારીઓની ભરતી કરવામા આવી જેમા મુખ્યત્વે રેવન્યુ ઓફિસરની 6, સોફટવેર પ્રોગ્રામરની-1, સબ સેનેટરી ઇંસ્પેક્ટરની કુલ 10, મલ્ટી પર્પઝ વર્કરની-68 મળી પલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ૩૪ જગ્યાઓની સીધી ભરતીથી નિમણુક આપવામા આવી તથા વડોદરા મહનગરપાલિકાના ફાયર વિભાગમા ફરજ બજાવતા કુલ 6 સૈનિક કર્મચારીઓને સર સૈનિકની જગો ઉપર બઢતીથી નિમણુક આપવામા આવી.
આ પણ વાંચો: રૂ. પાંચ કરોડનો ખર્ચ કર્યો પણ વડોદરામાં દેશનો પહેલો ક્રોકોડાઈલ પાર્ક ન બન્યો, આ છે કારણ
વિવિધ સંવર્ગમાં સીધી ભરતી, આંતરિક પસંદગી તથા બઢતી મળી કુલ-130 કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી.
વર્ગ-૨
અનુ.નં હોદ્દો ભરતી નો પ્રકાર નિમણુંક ની સંખ્યા
૧ વોર્ડ ઓફીસર – સીધી ભરતી – 4
૨ ઇલેક્શન ઓફીસર આંતરીક પસંદગી – 1
વર્ગ-૩
અનુ.નં હોદ્દો ભરતી નો પ્રકાર નિમણુંક ની સંખ્યા
૧ રેવન્યુ ઓફીસર સીધી ભરતી- 6
૨ સોફ્ટવેર પ્રોગ્રામર સીધી ભરતી- 1
૩ સબ સેનેટરી ઈન્સપેક્ટર સીધી ભરતી-10
૪ મલ્ટી પર્પઝ વર્કર સીધી ભરતી- 68
૫ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સીધી ભરતી-34
૬ સર સૈનીક(સૈનિક માંથી) બઢતી –