ખેડા-ધોળકા હાઇવે પર આવેલી હોટેલમાં કાર ઘૂસી ગઈ, સર્જાયો અફરાતફરીનો માહોલ

ખેડા: ખેડામાં એક કાર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યુ છે. ખેડા ધોળકા હાઈવે પર આવેલી એક હોટેલમાં કાર ઘુસી ગઈ હોવાની સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. મળતી વિગતો પ્રમાણે કારચાલકે કાબૂ ગુમાવતા કાર હાઈવે પર જ આવેલી ગુડલક હોટેલમાં ઘુસી ગઈ હોવાથી અફાતરફીનો માહોલ સર્જાયો હતો. જો કે, કારની ઝડપ ધીમી હોવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
કાર ખેડા સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટરની હતીઃ સૂત્રો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જાનહાનિ નથી થઈ પરંતુ હોટેલને થોડૂ નુકસાન થયું હોવાના સમાચાર મળ્યાં છે. આ કાર ખેડા સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટરની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વધારે નુકસાન ના થયું હોવાના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સીસીટીવી વીડિયા સામે આવતા ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. કારચાલકે કેવી રીતે કાબૂ ગુમાવ્યો? એટલું જ નહીં પરંતુ જો આ ઘટનામાં કોઈનું મોત થયું હોત તો જવાબદારી કોણ લેવાનું હતું? તેવા સવાલો અત્યારે થઈ રહ્યાં છે.
પાંચ મહિના પહેલા રાજકોટમાં પણ બની હતી આવી ઘટના
ગુજરાતમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આ પહેલા પણ રાજકોટ જિલ્લામાં આવી ઘટના બની હતી. કારચાલકની લાપરવાહીના કારણે એક મોટી દૂર્ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. પોલીસ તપાસ પ્રમાણે તે કારમાં કુલ 8 જણ સવાર હતાં. આવી ઘટનાઓ અટકાવવા માટે અત્યારે કાર્યવાહી થવી અનિવાર્ય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જે લોકો બેફામ રીતે વાહન ચલાવતા હોય તેમની સામે કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું એ રહે છે કે, ખેડા હાઇવે વાળી ઘટનામાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે?