અમદાવાદ

અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતની ઓળખ ‘ડ્રાય સ્ટેટ’ તરીકેની છે, પરંતુ અમદાવાદમાં દારૂ પીધેલા વાહન ચાલકોની સંખ્યાએ ડ્રાય સ્ટેટના દાવાની પોલ ખોલી નાખી છે. તાજેતરમાં નશાની હાલતમાં અનેક વાહનચાલકોએ જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાના અનેક કિસ્સા બન્યા હતા.

2025ના પહેલા દોઢ મહિનામાં અમદાવાદ પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં 580 લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે રોજના સરેરાશ 9 વાહન ચાલકને પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. 2024માં 2081 લોકો ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં પકડાયા હતા.

આપણ વાંચો: મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન

નશામાં પકડાશો તો નામ, ફોટો પોર્ટલ પર થશે અપલોડ
દારૂ પીધેલા વાહન ચલાવનારા કોઈ પણ વ્યક્તિની ઓળખ પોલીસ પોર્ટલ પર જાહેર કરવામાં આવશે અને તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

2024ના ટ્રાફિક વિભાગના આંકડા પ્રમાણે, મોટર વાહન અધિનિયમની કલમ 185 હેઠળ 2,081 દારૂ પીધેલા વાહનચાલકો સામે ગુનો નોંધાયો હતો, દરરોજ સરેરાશ પાંચ કેસ નોંધાયો હતો.

આપણ વાંચો: નવું વર્ષ અમદાવાદ માટે આટલું લોહિયાળ? હિટ એન્ડ રનમાં દોઢ મહિનામાં 21 જણના જીવ ગયા

દારૂ પીને વાહન ચલાવતા પકડાવ તો શું થશે સજા?
દારૂ પીને વાહન ચલાવવા બદલ છ મહિનાની જેલ અને રૂ. 2000 દંડની સજા છે. 2025 ના પહેલા બે મહિનામાં, દારૂ પીને વાહન ચલાવનારાઓની સંખ્યા 580 સુધી પહોંચી ગઈ હતી.

શહેરમાંથી રોજના સરેરાશ 9 લોક દારૂ પીને વાહન ચલાવતાં ઝડપાયા હતા. દારુ પીને વાહન ચલાવતા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે, જ્યારે સરકારને આવક પણ થાય છે. પણ વધતા અકસ્માતોને કારણે પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ રહી છે.

પોલીસ શું કરે છે કામગીરી?
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમે આવા વાહન ચલાવનારાઓના વાહનો માત્ર જપ્ત કરતા નથી, પરંતુ તેમની ધરપકડ પણ કરીએ છીએ. તેઓ ફક્ત કોર્ટમાંથી જ જામીન મેળવી શકે છે. અનું વાહન પાછું મેળવવા માટે આરટીઓને દંડ ભરવો પડે છે.

અમે આવા આરોપીઓના ડ્રાઇવિંગ લાઇસન્સનો અહેવાલ આરટીઓને પણ આપીએ છીએ અને જ્યારે તેમની સામે કેસ સાબિત થાય છે ત્યારે તેમના લાઇસન્સ રદ કરવામાં આવે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, શહેરમાં ગેરકાયદે દારૂની હેરફેરને રોકવા માટે બૂટલેગરો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીસીબી અને સ્થાનિક પોલીસને રસ્તા પર ઊભા રહીને દારૂ પીને વાહન ચલાવનારાઓને પકડવા સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button