કુંભમેળામાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુ જાણી લોઃ સંગમ સ્ટેશન આ બે દિવસ બંધ

અમદાવાદઃ પવિત્ર કુંભમેળામાં સહભાગી થવા, ગંગા નદીંમાં ડૂબકી મારવા દેશભરમાંથી હજારો શ્રદ્ધાળઓ પ્રયાગરાજ જઈ રહ્યા છે. અમુક ખાસ દિવસો પર પ્રવાસીઓનો ખૂબ જ મોટો કાફલો અહીં એકસાથે પહોંચી જાય છે. મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગ અને માઘ પૂર્ણિમા પહેલા સર્જાયેલા ટ્રાફિક જામ અને અવ્યવસ્થાને ધ્યાનમાં લઈ રેલવે પ્રશાસન સતત કોઈને કોઈ ફેરફાર કરે છે, જેથી એક સાથે લોકો અહીં ન આવી જાય.
આપણ વાંચો: કુંભમેળા માટે રેલવેએ ગુજરાતને આપી વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભમેળો યોજાયો છે, જે મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. ત્યારે રેલવેએ અગાઉ પ્રયાગરાજના સંગમ રેલવે સ્ટેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. અહીં રેલવે સ્ટેશન પણ લોકોનો ધસારો ન થાય અને કોઈ અઘટિત ઘટના ન લેવાઈ તે માટે Sangam railway station 15 અને 16 ફેબ્રુઆરી માટે બંધ કરવામાં આવ્યું છે.

કલેક્ટના પત્રમાં લખવામાં આવ્યું છે કે સ્ટેશન પર ભીડ જમા ન થાય તે માટે આ બે દિવસ સ્ટેશન બંધ રહેશે. જોકે અગાઉ રેલવેએ આપેલી જાણકારી અનુસાર સંગમ સ્ટેશન બંધ માત્ર પ્રવાસીઓ સિવાયની જનતા માટે બંધ છે. જેમણે ટ્રેનમાં ટિકિટ બુક કરાવી છે અને જેમણે પ્રવાસ કરવાનો છે તેમની માટે સ્ટેશન બંધ રાખવામાં આવશે નહીં, ટ્રેનમાં ચડવા માટે આવેલા પ્રવાસીઓને હેરાનગતિ ન થાય તે માટે રેલવેએ આ વ્યવસ્થા કરી છે.