અમદાવાદ

સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાઓ પર તવાઈ, 150 ગેરકાયદે ખાણ પર સરકારની કાર્યવાહી

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાનાં થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર સરકાર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એક સાથે ૧૫૦વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પડ્યા હતા. તંત્રની કાર્યવાહીને લઈને ખનન માફિયાઓ પર મોટો સપાટો બોલાવ્યો હતો.

૧૫૦થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા

મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર સરકારે મોટી કાર્યવાહી કરી હતી. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે ૧૫૦થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડયા હતા અને ખનન માફિયાઓ પર મોટી તવાઈ બોલાવી હતી.

જામવાળી અને ભડુલો વિસ્તારમાં તંત્રએ કારવાહી કરીને કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા ૧૫૦થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા.

આપણ વાંચો: શું છે રેટ હોલ ટેક્નોલોજી? જે છે તો જીવલેણ પણ આ ઓપરેશન સફળ થવાનું કારણ…

કાર્યવાહીથી પોલીસને દૂર

સરકારની આ કાર્યવાહી દરમિયાન દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર તેમજ અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો. એ નોંધનીય છે કે તંત્રનાં આ દરોડાની કાર્યવાહીથી પોલીસને દૂર રાખવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button