અમદાવાદઆપણું ગુજરાતનેશનલ

ક્ષત્રિય અસ્મિતા માટે નેક રજવાડા એક થાય છે-20મીએ અમદાવાદમાં મહાસંમેલન

સામાન્ય રીતે રાજા-રજવાડા જાહેર પરંપરાઓથી જોજનો દૂર હોય છે. ક્યાંય સાર્વજનિક રીતે રાજા-રજવાડાના વંશજ પણ ભાગ્યેજ જોવા માલ્ટા હોય છે એ તેમનો શિષ્ટાચાર હોય શકે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણી વખતે રજવાડા વડાપ્રધાન મોદીના સમર્થનમાં એક મંચ થયા હતા. અને ભાજપની ભેરે રહ્યા હતા.

વિવાદનું કારણ હતું રાજકોટ બેઠક પરથી લોકસભાની લડી રહેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન. આ નિવેદને રાજ્ય આખામાં કાંડી ચાંપી,ભડકો કર્યો.

ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતાનું શસ્ત્ર લઈ મેદાનમાં આવ્યો. પરિણામે ભાજપને ઊંડો ભય પેસી ગયો અને વડાપ્રધાને પણ ગુજરાતની લોકસભાની એવી ચુનંદા બેઠકો પર પ્રચાર કરવો પડ્યો જ્યાં ભાજપને જીત આડે ક્ષત્રિય સમાજ આવવાનો હતો. જામનગરમાં તો રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની મુલાકાત પણ લીધી.

દરમિયાન, રજવાડાએ એક મંચ થઈને ભાજપને કહેતા વડાપ્રધાન મોદીને ધરપત આપી કે, ‘અમો તમારી સાથે છીએ’

આપણ વાંચો: હવે રાજા-રજવાડાંના અપમાનનો વિવાદ, હે રામ…

હવે ક્ષત્રિય અસ્મિતા માટે રાજપૂતો એક થવા જઈ રહ્યા છે. અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવનમાં મહા સંમેલન આયોજિત થશે.

જેની આગેવાની ભાવનગર રાજવી જયવિરરાજસિંહ ગોહિલ કરશે. ક્ષત્રિય સમાજનું માનવું છે કે, દેશની એકતા અને અખન્ડિતતા માટે 562 રજવાડા દાનમાં આપ્યા છે દેશમાં લોકશાહી સ્થાપવા ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છ્તા આજે પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક,સહિતના ક્ષેત્રોમાં તેઓની પૂરતી ભાગીદારી નથી.હવે સમગ્ર સમાજને એકત્રિત કરવાના ઉદેશ્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે.

રાજપૂત વિધાનસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાનું કહેવું છે કે દેશના 562 રજવાડા અપાયા હતા. અત્યારે ગુજરાતમાંથી 225 થી વધારે રાજા-રજવાડા અને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે.

ક્ષત્રિય સમાજ હાલ અલગ-અલગ વાડાઓમાં છે સમાજને એકત્રિત કરવાના ઉદેશથી આ મહા સંગઠન બનાવાયું છે . 20મી એ યોજાનારા મહાસંમેલનમા ગુજરાતનાં તમામ રાજા-રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભાવિ સમેલન આયોજિત કરાયું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત