અમદાવાદમાં ‘દાદા’નું ચાલ્યું બુલડોઝરઃ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું

અમદાવાદ: અમદાવાદમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં ત્રણ હજાર જેટલા ગેરકાયદે બનેલા કાચા-પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યાં. નોંધનીય છે કે, ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી આવેલા બાંગ્લાદેશીઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી દરમિયાન ગુજરાત એ.ટી.એસ દ્વારા આતંકવાદી સંગઠન AQIS (AI-QAIDA INDIAN SUB-CONTIENT) ના ચાર સક્રિય સભ્યો કે જે મુળ બાંગ્લાદેશી હતા, તેમની UAPA હેડલ અટકાયત કરવામાં આવી છે. જેની હવે NIA દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, ABT/JMB જેના ઘણા આંતકવાદી સંગઠનોના આંત્તકીઓ બાંગ્લાદેશની જેલમાંથી છુટીને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને શોધી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરાવમાં આવ્યો છે.
આપણ વાંચો: ચંદોળા ડિમોલિશન રોકવાની હાઈકોર્ટની નાઃ બુલડોઝર ચાલુ જ રહેશે
અનેક કેસોમાં બાંગ્લાદેશીઓની સક્રિય ભૂમિકા પ્રકાશમાં આવી હતી
મહત્વની વાત છે કે, આ પહેલા પણ આ વિસ્તારમાંથી ડ્રગ્સના કેસો નોંધાયેલા છે. આવા ડ્રગ્સના કેસોમાં પણ ઘણા બધા બાંગ્લાદેશીઓની સક્રિય ભૂમિકા પ્રકાશમાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ગત વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માનવ તસ્કરીનો કેસ નોંધાયો હતો.
જેમાં બાંગ્લાદેશની નાની બાળકીઓને લાવીને અહીં તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટ અને Money launderingના કેસમાં પણ બાંગ્લાદેશીઓની ધરપકડ કહી હતી.
બોગસ ડોક્યુમેન્ટના આધારે જે બાંગ્લાદેશીઓને ભારતનો પાસપોર્ટ બનાવ્યો છે, તેમની પણ તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: ચંડોળા તળાવમાં શરૂ થયું ડિમોલિશન, લલ્લા બિહારીના ફાર્મ હાઉસમાંથી મળ્યા શંકાસ્પદ ડોક્યુમેન્ટ
26મી એપ્રિલે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ગુજરાતના મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠકો યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કોઈ ચંડોળા તળાવ પાસે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા અને ગેરકાયદે બાંધેલા મકાનોને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેથી આજે ચંડોળા તળાવ પાસે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને 3 હજાર કાચા-પાકા મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. 26મી એપ્રિલે પોલીસ દ્વારા પહેલા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 890 લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યાં અને તેમાંથી 150 લોકો બાંગ્લાદેશી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આપણ વાંચો: વિલે પાર્લે દેરાસર: ડિમોલિશન કરનારની બદલી કેમ? ઈજનેરોનો વિરોધ
લાલા બિહારી ભાડા કરાર અને વીજ કનેક્શન અપાવતો
નોંધનીય છે કે, આ તમામ લોકોને જે ગેરકાયદે ભારતમાં આવ્યા તેમના બોગસ દસ્તાવેજ લાલા બિહારી બનાવી આપતો હતો. ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને લાલા બિહારી ભાડા કરાર અને વીજ કનેક્શન અપાવતો હતો.
આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા પોલીસે લાલા બિહારી અને તેની દીકરા સામે ગુનો દાખલ કર્યો છે. લાલા બિહારીના દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે પરંતુ લાલા બિહારી અત્યારે ફરાર છે. આજે પોલીસે આ વિસ્તારમાં સઘન કાર્યવાહી કરીને 3 હજાર જેટલા ગેરકાયદે બનેલા મકાનો તોડી પાડ્યાં હતાં.