અમદાવાદ

મહાકુંભ મેળો 2025: આ શહેરોમાંથી પ્રયાગરાજ કઈ રીતે પહોંચશો, ક્યાં રોકાશો?

અમદાવાદઃ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક મેળાવડો એટલે કે કુંભમેળાની તારીખ નજીક આવી રહી છે. જેટલી વ્યવસ્થાઓ તંત્ર કરી રહ્યું છે તેટલી તૈયારીઓ શ્રદ્ધાળુઓ પણ કરી રહ્યા છે. Mumbai Samachar સતત આ અંગે અહેવાોલ આપી રહ્યું છે.

રેલવેએ કરેલી વ્યવસ્થાઓ અને સ્પેશિયલ ટ્રેન વિશે પણ અમે તમને જણાવ્યું છે. ખાસ કરીને ગુજરાત અને મુંબઈથી પ્રયાગરાજ જવાની ટ્રેન વિશેની માહિતી સતત આપવામાં આવી રહી છે ત્યારે હવે અન્ય શહેરોમાંથી પણ જો તમારે પ્રયાગરાજ જવું હોય તો આ રહી માહિતી. આ સાથે અહીં રોકાવાના ખર્ચની માહિતી પણ તમને આપી રહ્યા છે.

પ્રયાગરાજ જવા માટેના ઉપલબ્ધ વાહનો
ટ્રેન

દિલ્હીથી પ્રયાગરાજ
દિલ્હીથી પ્રયાગરાજ સુધીની હાલ કોઈપણ ટ્રેનમાં 13 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ નથી.

વંદે ભારત (22436): 6:00 AM -12:08 PM
ટ્રેનમાં 13 અને 14 જાન્યુઆરી માટે ઘણી લાંબી વેઇટિંગ લિસ્ટ છે. જો કે, 15 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ છે, અને તે ઉપરાંત, 18 જાન્યુઆરી સુધી કોઈ ટિકિટ ઉપલબ્ધ નથી.

વંદે ભારત (22416): બપોરે 3:00 PM – 9:11 PM
ટ્રેનમાં 13 જાન્યુઆરીનું લાંબુ વેઈટીંગ લિસ્ટ છે જોકે, 15, 16 અને 19 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ છે.

DBRT રાજધાની (12424): 4:20 PM – 11:08 PM
ટ્રેનમાં 13 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ નથી. 14, 15, 16 અને 18 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ છે.

RJPB તેજસ રાજ (12310): સાંજે 5:10 – 12:00 AM
ટ્રેનમાં 13 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ નથી. 14, 15 અને 16 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ છે.

હાવડા રાજધાની (12302): 4:40 PM – 11:41 PM
ટ્રેનમાં 13 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ નથી. જો કે, 14, 15, 16, 18 અને 19 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ છે.

નવી દિલ્હી, આનંદ વિહાર, દિલ્હી, સબઝી મંડી અને આદર્શ નગર સહિતના દિલ્હી સ્ટેશનોથી પ્રયાગરાજ જંક્શન માટે અન્ય ટ્રેનો પણ ઉપલબ્ધ છે.

લખનૌ થી પ્રયાગરાજ
વંદે ભારત એક્સપ્રેસ સિવાય લખનૌથી પ્રયાગરાજ સુધીની કોઈપણ ટ્રેનમાં હાલમાં 13-19 જાન્યુઆરીની ટિકિટ ઉપલબ્ધ નથી.

વંદે ભારત (22549): 10:30 AM – 12:58 PM
આ ટ્રેનની ટિકિટ 14-19 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ છે.

પુણે થી પ્રયાગરાજ
IRCTC મહા કુંભ મેળા 2025 દરમિયાન મુસાફરીની સુવિધા આપવા માટે એક સ્પેશિયલ ‘ભારત ગૌરવ ટ્રેન’ સેવા શરૂ કરી રહી છે. આ ટ્રેન 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ભારત ગૌરવ ટ્રેનમાં 14 કોચ છે અને તેમાં 750 મુસાફરો મુસાફરી કરી શકે છે. તે IRCTCના “પ્રયાગરાજ ખાતે મહાકુંભ ગ્રામ IRCTC ટેન્ટ સિટી”ના પેકેજનો એક ભાગ છે.

આ માર્ગ પર અન્ય બે ટ્રેનો ચાલે છે, જો કે, હાલ અઠવાડિયા માટે એક પણ ટિકિટ ઉપલબ્ધ નથી

હવાઈ માર્ગ
દિલ્હીથી પ્રયાગરાજ
MakeMyTrip ને અનુસાર, મહા કુંભ મેળા 2025ના પહેલા સપ્તાહમાં 13-19 જાન્યુઆરી માટે દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઇટનો ખર્ચ ₹7,500 અને ₹5,000ની વચ્ચે છે. જોકે, 10-12 જાન્યુઆરી માટે ટિકિટની કિંમતો ₹10,000-₹13,000 છે.

મુંબઈ થી પ્રયાગરાજ
મુંબઈથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટની કિંમત ₹7,500 અને ₹12,000ની વચ્ચે છે.

ચેન્નાઈ થી પ્રયાગરાજ
ચેન્નાઈથી પ્રયાગરાજની ફ્લાઈટ મોંઘી પડી. ભક્તોએ ₹13,000 થી ₹25,000ની વચ્ચે ચૂકવણી કરવી પડશે.

બેંગલુરુ થી પ્રયાગરાજ
પ્રથમ મહા કુંભ મેળા 2025 સપ્તાહ માટે બેંગલુરુથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ્સનો ખર્ચ ₹6,800 અને ₹12,000 વચ્ચે છે.

હોટેલમાં રોકાવાનો કેટલો થશે ખર્ચ

ત્રિવેણી સંગમની નજીક હોટેલો છે, જ્યાં લાખો યાત્રાળુઓ મહાકુંભ દરમિયાન ભેગા થશે, અહીં એક દિવસ રોકાવા માટે લગભગ ₹11,000 થી ₹30,000 નો ખર્ચ થશે.

આપણ વાંચો: કુંભમેળામાં બોલીવૂડ સહિતના સિતારાઓ તમને કરાવશે સાંસ્કૃતિક મોજ

13 જાન્યુઆરીના રોજ, પ્રયાગરાજના ગેસ્ટ હાઉસમાં એક રાત માટે બે પુખ્ત વયના લોકો માટે ₹25,000 થી વધુનો ખર્ચ થશે. ઓછા બજેટની હોટલોમાં રોકાણનો ખર્ચ ₹5,000 થી ₹7,800 એક રાતનો રહેશે

મહાકુંભ મેળો 2025 એ હિંદુઓ માટે સૌથી મહત્વઅને આધ્યાત્મિક મેળાવડાઓમાંનો એક છે. જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ મેળો 12 વર્ષે માત્ર એક જ વાર યોજાય છે.

આગામી અઠવાડિયાથી શરૂ થનારા મેળામાં અંદાજે 40થી 45 કરોડ લોકો આવવાનો અંદાજ છે. આથી પરિવહન અને રોકાણની વ્યવસ્થાના વિકલ્પો જાણવા જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button