અમદાવાદ

Back 2 Home: અમેરિકાથી આવેલા ગુજરાતીઓ અંગે નીતિન પટેલે શું આપ્યું નિવેદન?

ગુજરાતના વતનીઓની યાદી પણ જાણી લો…

અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીય ભારત પરત ફર્યા છે, જેમાં 33 ગુજરાતીનો સમાવેશ થાય છે. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન આજે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર અને 79 પુરુષનો સમાવેશ થાય છે.

પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું નિવેદન

જો કે અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈ પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહું કે તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે. તેમણે કહ્યું કે વર્ષોથી ત્યાં રહીને અબજો રૂપિયા કમાઈને તેમણે દેશમાં મોકલ્યા છે. તેમણે તેની આવકથી રાજ્યમાં અનેક સામાજિક પ્રવૃતિઓ કરી છે. તેમણે આપના ધર્મસ્થાનો, ગામડાઓ, હોસ્પિટલના કામમાં મદદ કરી છે. જેના કારણે ગુજરાતની પ્રગતિ થઈ છે. આથી આ લોકોને ગુનેગાર તરીકે નહિ જોવા મારી વિનંતી છે.

આપણ વાંચો: મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની પહેલી બેચ રવાના…

અમેરિકામાં શાંતિથી રહેતા હતા ગુજરાતીઓ

આપણાં ગુજરાતી ભાઈઓએ નાની મોટી પરવાનગી નહિ લીધી હોય પણ અમેરિકામાં રહીને બીજા તમામ કાયદાનું પાલન કર્યું છે. તેઓ શાંતિથી રહીને ધંધા રોજગાર કરે છે, કમાઈ છે અને તેનાથી તેમના પરિવારને મદદ થતી હતી. આ લોકોએ કોઇ પણ પ્રકારના ગંભીર ગુના નથી કર્યા.

અમેરિકાથી પરત ફરેલા ભારતીય નાગરિકોમાં સૌથી વધુ લોકો પંજાબ અને ગુજરાત રાજ્યના છે. તે ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાથી પરત આવેલા લોકોમાં 33 ગુજરાતના, 30 પંજાબના છે જ્યારે બે-બે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના છે અને ત્રણ મહારાષ્ટ્રના છે.

આપણ વાંચો: USAમાં ગેરકાયદે વસતા લાખો લોકોને મોટી રાહત; કોર્ટે ટ્રમ્પના ઓર્ડર પર રોક લગાવી

અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓની યાદી

  • પટેલ સ્મિત કિરીટકુમાર (માણસા, ગાંધીનગર)
  • ગોહીલ કરણસિંહ નટુજી (કલોલ, ગાંધીનગર)
  • ગોહીલ મિત્તલબેન કરણસિંહ (કલોલ, ગાંધીનગર)
  • પટેલ માયરા નિકેતકુમાર (કલોલ, ગાંધીનગર)
  • ચૌધરી રૂચી ભરતભાઈ (ઈન્દ્રપુરા, ગાંધીનગર)
  • પટેલ એન્નીબેન કેતુલકુમાર (પાટણ)
  • પટેલ મંત્ર કેતુલકુમાર (પાટણ)
  • પટેલ કેતુલ કુમાર બાબુલાલ (મણુજ, પાટણ)
  • પટેલ નીકિતાબેન કનુભાઈ (ચંદ્રનગર, ડાભલા, મહેસાણા)
  • પટેલ કિરણબેન કેતુલકુમાર (વાલમ, મહેસાણા)
  • ગોહીલ હૈયાનસિંહ કરણસિંહ (મહેસાણા)
  • ગોસ્વામી ધ્રુવગીરી હાર્દિકગીરી (મહેસાણા)
  • ગોસ્વામી હેમલ હાર્દિકસિંહ (ગોઝારિયા, મહેસાણા)
  • ગોસ્વામી હાર્દિકગીરી મુકેશગીરી (ડાભલા, મહેસાણા)
  • ગોસ્વામી હિમાનીબેન હાર્દિકગીરી (મહેસાણા)
  • ઝાલા એંજલ જિગ્નેશકુમાર (મેઉ, મહેસાણા)
  • ઝાલા અરૂણાબેન જિગ્નેશકુમાર (મેઉ, મહેસાણા
  • રામી જયેશભાઈ રમેશભાઈ (વિરમગામ, અમદાવાદ)
  • રામી બિનાબેન જયેશભાઈ (જૂના ડિસા, બનાસકાંઠા)
  • ગોસ્વામી શિવાની પ્રકાશગીગી (પેટલાદ, આણંદ)
  • પટેલ રિષિતાબેન નિકેતકુમાર (નારદીપુર)
  • પટેલ આયશા ધીરજકુમાર (અંકલેશ્વર, ભરૂચ)
  • ઝાલા માહી જિગ્નેશકુમાર (માણસા)
  • ઝાલા જિગ્નેશકુમાર પરબતજી
  • જયેન્દ્રસિંગ વિહોલ (ખાનુસા, તા. વિઝાપુર, ગુજરાત)
  • હિરલબેન વિહોલ (મડાસમા, મહેસાણા)
  • રાજપુત સતવતસિંહ વજાજી (ગણેશપુરા, સિદ્ધપુર)
  • દરજી કેતુલકુમાર હસમુખભાઈ (મહેસાણા)
  • પ્રજાપતિ પ્રેક્ષા જગદીશભાઈ (ગાંધીનગર)
  • ચૌધરી જિગ્નેશકુમાર બળદેવભાઈ (બાપુપુરા, ગાંધીનગર)
  • પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ (થલતેજ, અમદાવાદ)
  • પટેલ ખુશ્બુબેન જયંતિભાઈ (વડોદરા)
  • ગોહીલ જીવણજી કચરાજી (ગાંધીનગર)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button