અમદાવાદ

અમદાવાદમાં ઓપરેશન ડિગ્નિટી હેઠળ RPF દ્વારા 21 જરૂરિયાતમંદોનું રેસ્ક્યુ કરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ગત રાત્રે એક માનવીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને અર્બન શેલ્ટર હોમ (એસયુએચ) ના સંયુક્ત પ્રયાસથી ૨૧ જેટલા શહેરી બેઘર લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

“ઓપરેશન ડિગ્નિટી” નામ હેઠળ ચલાવવામાં આવેલા આ અભિયાનમાં આરપીએફ અમદાવાદ પોસ્ટના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરે નેતૃત્વ કર્યું હતું.

આપણ વાંચો: અમદાવાદ સ્ટેશનની કાયાપલટઃ અમુક ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર, જાણો મહત્ત્વની અપડેટ!

આ રેસ્ક્યુ ઓપરેશન ૧૨મી મે ૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. આરપીએફના સ્ટાફની સાથે એસયુએચના કર્મચારીઓએ પણ આ નિઃસ્વાર્થ કાર્યમાં સક્રિય સહયોગ આપ્યો હતો. અભિયાન દરમિયાન, રેલવે સ્ટેશનના પરિસરમાંથી કુલ ૨૧ અસહાય અને જરૂરિયાતમંદ બેઘર લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા.

રેસ્ક્યુ કરાયેલા આ તમામ વ્યક્તિઓને તારીખ ૧૩મી મે ૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૦૦:૨૦ વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અર્બન શેલ્ટર હોમ (એસયુએચ) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.

અહીં તેમના પુનર્વસન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ એક સન્માનજનક જીવન જીવી શકે. આરપીએફ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ સંયુક્ત પ્રયાસ માનવીય સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે, જે ખરેખર પ્રશંસનીય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button