ગાંધીધામના પરિણીત યુવકને બ્લેકમેઇલ કરી મુંબઈની સિમરન 5 કરોડ પડાવ્યા, પોલીસે કરી ધરપકડ

કચ્છઃ કચ્છમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. વાત એવી છે કે, ગાંધીધામનો પરિણીત યુવક મુંબઈની સિમરન નામની યુવતી પાછળ પાગલ થયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવકે મહિલા પાછળ ટૂકડે ટૂકડે 5.58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. જ્યારે યુવકને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો ત્યારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પોલીસે આરોપી યુવતીના પતિ કૈલાસ ગાયકવાડની ધરપકડ કરી હતી. એટલું જ નહીં પરંતુ પતિની મદદથી ગાંધીધામના યુવકના કરોડો પડાવવાના ગુનામાં મુંબઈની સિમરનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
સિમરન નામની મહિલા પાછળ કરોડો રૂપિયા ગુમાવ્યા
ગાંધીધામના પડાણાના યુવકે ટ્રક, જમીન વેંચી દીધી, મિત્રો અને સગા સંબંધિઓ પાસેથી વ્યાજે રૂપિયા લઈને સિમરન નામની મહિલા પાછળ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. આ મામલે એટલો વધી હયો કે, કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું હતું. જ્યારે યુવકને છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરતા આરોપી યુવતીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
આખરે શું હતો સમગ્ર મામલો?
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, કચ્છના ગાંધીધામનો 32 વર્ષીય યુવક વર્ષ 2020માં ફાયનાન્સના કામથી ત્રણ મિત્રો સાથે મુંબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત સિમરન નામની મહિસા સાથે થઈ હતી. આ પછી બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા. જો કે, એક વર્ષ બાદ યુવક ફરી મુંબઈ જઈને સિમરનને મળ્યો હતો. ત્યારબાદ યુવક સિમરનના મોહમાં આવી જતાં તેણે મહિલાને ગાંધીધામ આવવા કહ્યું હતું. પરંતુ સિમરને તેના પતિ કૈલાસ ગાયકવાડ સાથે વાત કરવા કહ્યું હતું. આ યુવતીએ વર્ષ 2021થી 2023 દરમિયાન ટૂકડે ટૂકડે યુવક પાસેથી 5.58 કરોડ પડાવીને 50 વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. જો કે, આ દરેક કેસનો પોલીસ દ્વારા પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.
આપણ વાંચો: રેશનિંગ દુકાનદારોની હડતાળ મુદ્દે પ્રહલાદ મોદીનો સરકાર પર તાનાશાહીનો આરોપ, જાણો શું કહ્યું…
 


