ભુજ

સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીનું હિન્દુ પરિવારોને આહ્વાન: ત્રણ સંતાનનો સંકલ્પ લો, એક સંતાન દેશ સેવા માટે સમર્પિત કરો

ભુજ: દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ અને અખિલ કચ્છ સમસ્ત હિંદુ પરિવાર દ્વારા ગીતા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મના રક્ષણ માટે સૌ હિંદુઓ સંકલ્પબદ્ધ થાય એવું ઉપસ્થિત સંતો-મહાત્માઓએ આહ્વાન કર્યું હતું. આ પ્રસંગમાં આવેલા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. તેમનું એક નિવેદન અત્યારે સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યું છે. લોકો તેમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે.

હિંદૂ પરિવારોને સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ કર્યું આહ્વાન

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ હિંદૂ પરિવારોને રાષ્ટ્ર, સમાજ અને માતા-પિતાની સેવા એક આહ્વાન કર્યું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ હિંદુ પરિવારોને ત્રણ સંતાનનો સંકલ્પ લેવા માટે કહેવામાં આવ્યું છે. ત્રણ સંતાનનો નિર્ણય કે સંકલ્પ કર્યાં બાદ જ લગ્ન કરાવવા માટે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ આહ્વાન કર્યું હતું. સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ કહ્યું કે, હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. દેશ, સમાજ અને પરિવારની ઉન્નતિ કરવી હોય તો ભાઈ-બહેન તો હોવાં જ જોઈએ. સંન્યાસ લેવા માટે પણ ભાઈ હોવો જોઈએ. ત્રણ સંતાનનો જે વિચાર છે એ દરેક પ્રમુખો એના સમાજમાં ફેલાવવો જોઈએ.

આ પણ વાંચો: દેશના શ્રીમંત મંદિરોમાં કયા સ્થાન પર છે અયોધ્યાનું રામ મંદિર? તિરૂપતિ બાલાજી, પદ્મનાભ સ્વામી મંદિર કરતાં…

અમે બે અને અમારાં બેના વિચારનો સ્વામીએ વિરોધ કર્યો

સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ એવું પણ જણાવ્યું હતું કે, 3 સંતાનમાં એક સંતાન રાષ્ટ્રની સેવા માટે હોય, એક સંતાન સમાજ માટે કામ કરે અને એક સંતાન પોતાના પરિવાર માટે હોય છે. હિંદુ ધર્મમાં સંતાનો ઓછા થવા લાગ્યાં છે. પહેલાં ચાર-પાંચ સંતાનો હતાં એ સમયમાં ઓછી આવક-સંસાધનો વચ્ચે પણ ઘર-પરિવાર સુખપૂર્વક ચાલતો હોવાનો પ્રદીપ્તાનંદે દાવો કર્યો હતો. અમે બે અને અમારાં બે – અમે બે અને અમારો એકના વિચારનો પણ સ્વામીએ વિરોધ કર્યો હતો. કહ્યું કે, સોશિયલ મીડિયાના કારણે લોકોની માનસિકતા ખરાબ થઈ ગઈ છે અને આપણો હિંદુ સમાજ જેટ સ્પીડથી લઘુમતી બનવા તરફ ધકેલાઈ રહ્યો છે.

સ્વામી પ્રદીપ્તાનંદે વધુમાં કહ્યું કે, પરિવારમાં એક જ સંતાન હશે તો આવનારા સમયમાં મામા, માસી, ફઈ-કુઆ આ બધા સંબંધો ભૂતકાળ બની જશે. પારિવારિક જવાબદારીઓથી ભાગતા આજના યુવાઓને આવી માનસિકતામાંથી બહાર લાવીને ત્રણ સંતાનના સંકલ્પ સાથે લગ્ન કરવા માટે આહ્વાન આપ્યું હતું. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button