ભુજ

ગ્લોબલ હબ બનતું મુંદ્રા: અદાણી પોર્ટ પરથી ૨૫,૭૬૨ કારોએ ભરી વિદેશની ઉડાન

ભુજઃ મુંદ્રા ખાતેના અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડે ઓટોમોબાઇલ નિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને ‘RoRo (Roll-on/Roll-off) ટર્મિનલએ જાન્યુઆરી ૨૦૨૬માં ૨૫,૭૬૨ જેટલી મોટરકારની નિકાસ કરીને માસિક સર્વાધિક રેકોર્ડ નોંધાવ્યો હતો.

૫,૭૦૧ કારના કાર્ગોને હેન્ડલ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

આ અગાઉના મે ૨૦૨૪ના ૨૪,૪૮૯ કારના વિક્રમને વટાવી દીધો હતો. આ ઉપરાંત, એક જ જહાજમાં ૫,૭૦૧ કારના કાર્ગોને હેન્ડલ કરીને પણ નવો રેકોર્ડ સ્થાપિત કરીને નવેમ્બર ૨૦૨૫માં થયેલા ૫,૬૨૨ કારના કાર્ગોના હેન્ડલિંગના અગાઉના બેન્ચમાર્કને પણ પાર કરી દીધો હતો. ટર્મિનલ પરના આ ઓપરેશન દરમિયાન સુરક્ષા,સલામતી અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને યાર્ડથી જહાજ સુધી કારના બેચનું સરળ પરિવહન કરવામાં આવ્યું હતું.

આ દેશોમાં પહોંચશે કાર

ભારતમાં ઉત્પાદિત થઇ રહેલી મોટરકારો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,બેલ્જીયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન,મોરેશિયસ અને ગલ્ફ દેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. આ વધતી નિકાસે મુંદ્રા અદાણી બંદરને ભારતના ઓટોમોબાઇલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું છે અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે.

બીજી તરફ, મુંદ્રા લિક્વિડ ટર્મિનલે પણ જાન્યુઆરી ૨૦૨૬માં ૧.૧૨૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગોને સફળતાપૂર્વક હેન્ડલ કરીને નવો વિક્રમ નોંધાવી, ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(ઉત્સવ વૈદ્ય)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button