કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ | મુંબઈ સમાચાર
ભચાઉ

કચ્છના ભચાઉ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ

ભચાઉ, કચ્છઃ કચ્છના ભચાઉ નજીક આજે બપોરે 01:07 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે, જે હળવી ગણી શકાય તેવી હોય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે 11 કિમી દૂર નોંધાયું છે. અચાનક થયેલા આ ભૂકંપના આંચકાથી ભચાઉ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વચ્ચે થોડો સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ

ભૂકંપનો આંચકો આવતા ઘણા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. નોંધનીય છે કે, કચ્છ જિલ્લો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ગણાય છે. આ પહેલા પણ અહીં ઘણીવખત ભૂકંપના આંચકા અનુભવાતા રહ્યા છે. 2001ના વિનાશક ભૂકંપની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે, જેના કારણે આ પ્રકારના આંચકા લોકોમાં ભય પેદા કરે છે. તાજેતરના આ આંચકા પછી લોકોમાં જાગૃતતા અને ચિંતાની લાગણી જોવા મળી છે. હાલમાં હાલત સંપૂર્ણ રીતે સામાન્ય છે.

આ પણ વાંચો: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના 4.4 તીવ્રતાના આંચકા, લોકોમાં ગભરાટ

હરિયાણાના રોહતકમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

હરિયાણાના રોહતકમાં પણ રાત્રે 12:46 વાગ્યે 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી 17 કિમી પૂર્વમાં પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે નોંધાયું હતું. નજીકના ખેરી સાંપલા અને ખારખોડા શહેરના લોકોએ 2 થી 5 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ કર્યો હતો. મોડી રાત્રે અચાનક આવેલા આંચકાથી લોકો ડરના માર્યા ખુલ્લા ખેતરોમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. જો કે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નહોતાં.

અમેરિકાના અલાસ્કામાં આવ્યો 7.3ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકાના અલાસ્કા દ્વીપકલ્પમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. અલાસ્કામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3ની માપવામાં આવી હતી. ભૂકંપના અલાસ્કા દ્વીપકલ્પના વચ્ચે આવેલા પોપોફ દ્વીપ પર સેન્ડ પોઇન્ટપાસે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદ દરિયામાં આશરે 36 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. મહત્વની વાત એ છે કે, આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે, સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button